________________
શ્રીમદ્દ અને ગાંધીજી : ૪૧ જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્યસ્વરૂપ જાણું જ્યારે આત્મા ભણું દષ્ટિ થાય છે, ત્યારે જ અનુક્રમે સર્વજ્ઞતાદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે; અને તેથી વિશેષ ઐશ્વર્યવાળે કઈ પદાર્થ સમસ્ત પદાર્થો નીરખતાં પણ અનુભવમાં આવી શકતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે, એથી કંઈ વિશેષ સત્તાવાળા પદાર્થ ઈશ્વર છે એમ નથી એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે.
(૨) તે જગકર્તા નથી; અર્થાત પરમાણુ, આકાશાદિ પદાર્થ નિત્ય હોવા ગ્ય છે, તે કઈ પણ વસ્તુમાંથી બનવા ગ્ય નથી. કદાપિ એમ ગણીએ કે, તે ઈશ્વરમાંથી બન્યા છે, તે તે વાત પણ ગ્ય લાગતી નથી. કેમકે ઈશ્વરને જે ચેતનપણે માનીએ, તો તેથી પરમાણુ, આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમકે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જે ઈશ્વરને જડ સ્વીકારવામાં આવે તે સહેજે તે અનૈશ્વર્યવાન કરે છે, તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઊત્પત્તિ પણ થઈ શકે નહિ. જડચેતન
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org