________________
પદાર્થોને નિર્જીવ માનવામાં અને અમારા પ્રસ્તુત વિશ્લેષણમાં કોઈ જ વિરોધાભાસ ઊભો થતો નથી. સૂત્રકૃતાંગ (શ્રુતસ્કંધ-૧ અધ્ય.પ/ઉદ્દેશો૧ ગા. ૧૦ થી ૩૯) અને ઉત્તરાધ્યયન (૧૯૨૪-૪૪-૪૫) સૂત્રમાં જણાવ્યા મુજબ નરકમાં અગ્નિકાય જીવ ન હોવા છતાં પુષ્કળ ગરમી હોવાનો અમે સ્વીકાર કરીએ જ છીએ. સૂર્યના ગરમ કિરણોને શાસ્ત્રવિધાન મુજબ અમે નિર્જીવ જ માનીએ છીએ. આ બાબતો નિર્વિવાદરૂપે અમને માન્ય જ છે. અમે આગિયાને અગ્નિ નથી માનતા. તથા શરીરની ગરમીને કે ચન્દ્રના કિરણોને કે સ્વયંપ્રકાશક મણિ-રત્ન વગેરેના ઉદ્યોતને સચિત્ત અગ્નિકાય નથી માનતા. પરંતુ ‘વીજળી અચિત્ત અગ્નિ છે' આવો કોઈ પણ શાસ્ત્રપાઠ બતાવ્યા વિના તેને અચિત્ત નિર્જીવ તરીકે કઈ રીતે જાહેર કરી શકાય? શાસ્ત્રાધાર વિના આમ ને આમ વિદ્યુતપ્રકાશને નિર્જીવરૂપે જાહેર કરી દેવાનો અધિકાર અસર્વજ્ઞને કઈ રીતે મળી શકે? બાકી તો હજારો જન્માંધ માણસો ભેગા થઈને, ચર્ચા કરીને, લાંબા સમયની મીટીંગ પછી સૂરજને કાળો જાહેર કરે તો તે વાતને પણ વધાવવી પડશે. હજારો ગાંડા માણસો ભેગા થઈને પાડાને ભેંસ તરીકે જાહેર કરે તેટલા માત્રથી પાડો કાંઈ દૂધ આપે નહિ.
અહીં કોઈને હલકા ચીતરવાનો આશય લેશ પણ નથી. પરંતુ જે વિષયમાં વિવાદ હોય તે વિષયનો શાસ્ત્રપાઠ આપ્યા સિવાય, વિવાદશુન્ય વિષયના શાસ્ત્રપાઠ દર્શાવી ‘વિવાદાસ્પદ વસ્તુ અંગે અમારો નિર્ણય શાસ્ત્રાનુસારી છે. અમે સંશોધક-વૃત્તિવાળા હોવાથી બીજા કરતાં આગળ છીએ. અમારા સિવાયના બીજા ગતાનુગતિક વૃત્તિવાળા હોવાના લીધે અમારા કરતાં પછાત છે.' આવું જાણ્યે-અજાણ્યે વિચિત્ર ચિત્ર ઉપસાવવાનું જે અઘટિત કૃત્ય જાહેરમાં થયેલ છે તે શ્રીજિનશાસનની કોઈ મર્યાદા નથી. આટલું જ જણાવવાનો અહીં આશય છે. ‘આચાર્ય
Jain Education International
93
For Private & Personal Use Only
www.jainelibrary.org