________________
અધ્યાત્મપૂર્તિમાં મહાપ્રજ્ઞજી જ જણાવે છે કે “આપણી પાસે જાણવાના જેટલા સાધનો છે તે શેયને સાક્ષાત્ જાણવા માટે સમર્થ નથી. આપણે જોયને પરોક્ષરૂપે જાણીએ છીએ. ઈન્દ્રિય તથા હેતુના માધ્યમ દ્વારા જાણીએ છીએ.” એક બાજુ આપણા-વિજ્ઞાનના સાધનોને પાંગળા સ્વીકારવા અને તેમ છતાં પણ વિજ્ઞાનના આધારે આગમમાં શોધખોળ કરવી એ તો ફેમના માપ મુજબ ઐતિહાસિક ચિત્રમાં કાપકૂપ કરવા જેવું થયું. આમાં પ્રાજ્ઞપણું પણ કઈ રીતે જ્હી શકાય ?
વાસ્તવમાં તો ફ્રેમના માપ મુજબ ફોટાને કાપીને દીવાલમાં લટકાવવાના બદલે ફોટાના માપ મુજબ ફ્રેમ તૈયાર કરાવવી એ જ ડહાપણની નિશાની છે. ફોટો એટલે સર્વજ્ઞ- વીતરાગકથિત તત્ત્વો. ફ્રેમ એટલે મોર્ડન સાયન્સના સમીકરણો. આત્મા, કર્મ, સ્વર્ગ, નરક, નિગોદમાં અનંતા જીવો, મોક્ષ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા વગેરેમાંથી એક પણ તત્ત્વને માપવાની ફુટપટ્ટી જે મોર્ડન સાયન્સ પાસે નથી તેના આધારે સર્વજ્ઞકથિત આધ્યાત્મિક અતીન્દ્રિય તત્ત્વોને માપવા-તપાસવા એટલે જન્માંધ વ્યક્તિએ આપેલો રૂપનો ચુકાદો માન્ય કરવા જેવી વાત થાય. હજારો જન્માંધ વ્યક્તિના ચુકાદા કરતાં એકાદ દેખતા માણસનો રૂપની બાબતમાં ચુકાદો માન્ય કરવામાં બુદ્ધિમત્તા છે. છદ્મસ્થ જીવો બુદ્ધિશાળી હોય તો પણ અતીન્દ્રિય બાબતમાં તો કેવળ સર્વજ્ઞ વીતરાગ ભગવંતનો જ નિર્ણય માન્ય થઈ શકે. આ સત્ય હકીકત મહાપ્રજ્ઞજી જેવા આગમવેત્તાના ખ્યાલ બહાર રહી ગઈ હોય તેવું કઈ રીતે માની શકાય? છતાં દુ:ખ સાથે કહેવું પડે છે કે તેવું માન્યા સિવાય છૂટકો નથી.
છે. શાસ્ત્રોક્ત અચિત અગ્નિકાય માન્ય છે
બીજી એક મહત્ત્વની વાત એ છે કે ઘનિર્યુક્તિ, આચારાંગસૂત્ર વગેરે આગમોમાં બતાવેલ અચિત્ત અગ્નિકાય, અચિત્ત અષ્કાય વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org