________________
ત્યાં હાજર છે જ. તેથી અગ્નિકાયના લક્ષણો બલ્બ પ્રકાશમાં જણાવાના લીધે તથા બલ્બમાં વાયુ વિદ્યમાન હોવાથી ત્યાં આગમાનુસાર સચિત્ત તેઉકાયને ઉત્પન્ન થવામાં કોઈ પણ પ્રકારનો આગમવિરોધ આવતો નથી. આટલું જ જણાવવાનો અહીં આશય છે.
. જો જો શાસ્ત્રસાપેક્ષતા ઘાયલ ન થાય ,
આધુનિક વિજ્ઞાન તો અગ્નિને પણ જીવ માનવા તૈયાર નથી તો પછી વીજળીને તે જીવ માને-સચિત્ત માને તેવો તો પ્રશ્ન જ અસ્થાને છે.” આવું તથ્ય તે લેખમાં આચાર્યશ્રી નથમલજીએ સ્વીકારેલ છે. આગમશાસ્ત્રો પ્રત્યે તેમની નિષ્ઠારૂપે એને ગણી લઈએ. પરંતુ ત્યાર બાદ આગળ ઉપર “... વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો બેટરી માત્ર ઊર્જાનું સ્પંદન છે. રાસાયણિક પ્રક્રિયા થાય છે. તેનાથી તે ચાલે છે.” આવું કહીને વિજ્ઞાનને જ પ્રમાણભૂત માનીને નિર્ણય આપી દેવામાં તેઓશ્રીની શાસ્ત્રસાપેક્ષતા ઘાયલ થતી હોય તેવું લાગે છે. વિજ્ઞાન તો મિનરલ વોટરને નિર્જીવ કહીને આપે, ઈંડાને શાકાહારી કહીને આપે, ડુંગળી-લસણને ભક્ષ્ય ( ખાવા યોગ્ય) કહીને આપે, પેપ્સીને પેય ( પીવા યોગ્ય) કહીને આપણને વહોરાવે તો શું આપણાથી તેને વાપરી શકાય ? શું વિજ્ઞાન પાસે સજીવ-નિર્જીવ, ભક્ષ્યઅભક્ષ્ય, પેય-અપેય, ગમ્ય-અગમ્ય વગેરેની તાત્ત્વિક વ્યવસ્થા છે ખરી ? વિજ્ઞાન પાસેથી આ બધા પ્રશ્નોના જવાબ ક્યાંથી મળશે?
વર્ષોથી જે સતત પરિવર્તનશીલ છે, જેના સિદ્ધાન્તમાં અવારનવાર સુધારા-વધારા થયા જ કરે છે, જે સ્વયં સંપૂર્ણ સત્યને નહિ પામી શક્યાનો એકરાર કરે છે તેવા આજના વિજ્ઞાનને ઓથેન્ટિક માનીને તેના સમીકરણ મુજબ શાસ્ત્રીય સત્યને માપવાના બદલે સર્વજ્ઞ ભગવંતે નિઃસ્વાર્થભાવે કરુણાદષ્ટિથી બતાવેલા શાસ્ત્રોને,
99
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org