________________
તાપમાને પણ પોતાના ઈલેક્ટ્રૉન ગુમાવીને લાકડા વગેરેની જેમ નાશ પામી જતા નથી, વપરાઈ જતા નથી. માટે જ તે લાંબા સમય સુધી બલ્બમાં પ્રકાશ-ગરમી વગેરેને ઉત્પન્ન કરવામાં ઉપયોગી બની શકે છે. આ વાત વિજ્ઞાનકોશ (ભાગ-૫/પૃષ્ઠ.૪૧૨) પુસ્તકમાં ડૉ. (શ્રીમતી) એમ. એસ. દેસાઈએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી પૂર્વે (પૃષ્ઠ.૨૩) જણાવી ગયા તે મુજબ ફિલામેન્ટ સળગી ન જાય, બળી ન જાય તે માટે બલ્બમાં નાઈટ્રોજન વગેરે ઉમદા વાયુનું અસ્તિત્વ તો વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ પણ સિદ્ધ થાય જ છે. આ રીતે વિચાર કરવામાં આવે તો નાઈટ્રોજન અને આર્ગન નામનો વાયુ બલ્બમાં અગ્નિકાયને પ્રગટવામાં ઉત્પન્ન થવામાં સહાય કરે છે, નહિ કે અન્ય સ્થૂલ વાયુ- એમ માની શકાય છે. માછલી ઑક્સિજનના આધારે જીવે છે પણ પાણીમાંથી જ ઑક્સિજન મળે તો તેને તે સ્વીકારે છે તેમ “અગ્નિ હોય ત્યાં વાયુ હોય' – આ વાત સાચી. પણ બલ્બ વગેરેમાં ઈલેકટ્રીસીટીના માધ્યમથી જે અગ્નિકાયના જીવો ઉષ્ણતા અને પ્રકાશસ્વરૂપે ઉત્પન્ન થાય છે તેના અસ્તિત્વ માટે બહારની ખુલ્લી હવા પ્રતિકૂળ છે. પણ એકદમ પાતળી હવા, વાયર વગેરેના માધ્યમથી મળનારી હવા અથવા નાઈટ્રોજન, આર્ગન સ્વરૂપ જ વાયુ ઉપયોગી બની શકે છે. આમ કહી શકાય છે. એવું માનવામાં કોઈ શાસ્ત્રવિરોધ, સાયન્સવિરોધ, અનુભવવિરોધ કે યુક્તિવિરોધ આવતો નથી.
વિજ્ઞ વાચકવર્ગે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે‘વિજ્ઞાન મુજબ, બલ્બમાં રહેલી હવાને લીધે બલ્બ પ્રકાશે છે - આમ હું નથી જણાવતો. ‘બલ્બને પ્રકાશવામાં વાયુ ઉપયોગી છેઆવું મોર્ડન સાયન્સ માને છે એમ પણ હું નથી કહેતો. પરંતુ “આગમ મુજબ, અગ્નિકાયને પ્રગટવા વાયુ જરૂરી છે' - આમ હું જણાવું છું. તથા ફિલામેન્ટ બળી ન જાય તે માટે મોર્ડન સાયન્સના સિદ્ધાન્ત મુજબ, બલ્બમાં પ્રવેશ કરાવેલ નાઈટ્રોજન વાયુ અને આર્ગન વાયુ
-- ૬૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org