________________
ચુંબકીય રેખાઓ (Magnetic lines) ને કાપવા માટે ઊભા થતા પ્રબળ ઘર્ષણથી ઉત્પન્ન થતી દાહક ઈલેકટ્રીસીટી પણ બાદર તેઉકાય જીવસ્વરૂપ છે- એવું ફલિત થાય છે.
જો ઘર્ષણ વિના જ ત્યાં ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થતી હોય તો ટરબાઈન બંધ હોય તો પણ ત્યાં વીજળી ઉત્પન્ન થવી જોઈએ. પરંતુ તેનું થતું નથી. માટે “સંઘરિસમુદ્ધિા' પદથી પન્નવણા અને જીવાભિગમસૂત્રમાં જે બાદર સચિત્ત તેઉકાયનો એક પ્રકાર બતાવેલ છે તેમાં જ પ્રસ્તુત ઈલેકટ્રીસીટીનો સમાવેશ કરવો જરૂરી છે. મહાપ્રજ્ઞજી જરૂર આ હકીકતને સારી રીતે સમજી શકશે - તેમ હું માનું છું.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે “માટીથી ઘડો ઉત્પન્ન થાય' આવું કોઈ કહે તેનો અર્થ એવો સમજી ન શકાય કે માટીથી ઉત્પન્ન થાય તે બધી જ ચીજને ઘડો કહેવાય. કારણ કે માટીથી રમકડા, ચુલો, તાવડી વગેરે પણ બને છે. તથા “માટીથી જ ઘડો ઉત્પન્ન થાય એવો પણ ઉપરોક્ત વાક્યનો અર્થ ન કરી શકાય. કારણ કે માટીની જેમ સોનું, ચાંદી, તાંબુ વગેરેમાંથી પણ ઘડો ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ ઉપરોક્ત વાક્યનો અર્થ એટલો જ થઈ શકે છે કે “અમુક પ્રકારનો ઘડો માટીથી ઉત્પન્ન થાય છે.” માટીથી ઉત્પન્ન થતી અમુક ચોક્સ આકારવાળી ચીજને “માટીનો ઘડો' કહેવાય. આવું જ અર્થઘટન સર્વમાન્ય છે.
તે જ રીતે “ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થાય' આવું જણાવનાર “રિસામુgિ” આવા પન્નવણાસૂત્રનો અર્થ એવો ન સમજવો કે ઘર્ષણથી ઉત્પન્ન થતી બધી જ ચીજ સચિત્ત અગ્નિકાય છે.” કારણ કે હથેળી ઘસવાથી જે ગરમી ઉત્પન્ન થાય છે તે કાંઈ અગ્નિકાય નથી. તથા બધા જ પ્રકારના અગ્નિકાય જીવો ઘર્ષણથી જ ઉત્પન્ન થાય તેવો પણ અર્થ ઉપરોક્ત શાસ્ત્રવચનનો કરી ના
(
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org