________________
તથા કોઈ પણ પદાર્થને કાપવા માટે ગમે તે પ્રકારની ગતિ કામ ન લાગે પણ ચોક્ક્સ પ્રકારની ગતિથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ ઘર્ષણ જ ઉપયોગી બને છે. કન્ડકટીંગ રોડ જેમ વધુ ઝડપથી ગતિ કરે તેમ ઘર્ષણ વધુ ઉત્પન્ન થાય અને મેગ્નેટીક લાઈન્સ વધુ ઝડપથી કપાય અને ઈલેક્ટ્રીસીટી વધુ ઉત્પન્ન થાય. કન્ડકટીંગ રોડની ગતિ, ચુંબકીય રેખાઓની કપાવાની સ્પીડ અને મેગ્નેટ પાવર- આ ત્રણના ગુણાંક મુજબ ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે.
મેગ્નેટ જેમ વધુ પાવરફુલ હોય તેમ ચુંબકીય રેખાઓ વધુ હોય છે. જો આ ચુંબકીય બળરેખાઓ કપાય નહિ તો ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય નહિ. ચુંબકીય રેખાઓ અને કન્ડકટીંગ રોડ વચ્ચે જો ઘર્ષણ ન થાય તો ચુંબકીય રેખાઓ કપાય જ નહિ. જેમ કરવત અને લાકડા વચ્ચે યોગ્ય રીતે ઘર્ષણ થાય તો જ લાકડું કરવત દ્વારા કપાય છે તેમ કન્ડકટીંગ રોડ અને ચુંબકીય રેખાઓ વચ્ચે યોગ્ય ઘર્ષણ ઊભું થાય તો જ ચુંબકીય રેખાઓ કપાય. તે બન્ને વચ્ચે ઘર્ષણ અત્યંત ઝડપથી થાય તો મેગ્નેટીક લાઈન્સ ઝડપથી કપાવાના લીધે ઈલેક્ટ્રીસીટી વધુ ઉત્પન્ન થાય. જો ત્યાં ઘર્ષણ મંદ હોય તો મેગ્નેટીક લાઈન્સ ધીમે ધીમે કપાવાથી ઈલેક્ટ્રીસીટી ઓછી ઉત્પન્ન થાય છે.
ઇલેક્ટ્રીક જનરેટરમાં પણ આ જ પ્રકારની પ્રક્રિયાથી ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન થાય છે. The World Book, Encyclopedia માં આવતી નીચેની વિગતો જોવાથી આ વાત વધુ સ્પષ્ટ થશે. "The stronger the magnet, the greater the number of lines of force. If you rotate the loop of wire between the Poles of the magnet, the two sides of the loop "cut" the lines of force. This induces (generates) electricity in
the loop.
Jain Education International
39
For Private & Personal Use Only
www.jainelibrary.org