________________
ટરબાઈન વગેરેના માધ્યમથી ઉત્પન્ન થતી વીજળી સૌપ્રથમ અદશ્ય ઈલેક્ટ્રીસીટી સ્વરૂપે ઉત્પન્ન થઈને તારમાં પ્રવેશે છે અને પછી બલ્બના ફિલામેન્ટમાં પ્રકાશસ્વરૂપે જણાય છે. આમ ટરબાઈન વગેરેના માધ્યમથી ઉત્પન્ન થતી કૃત્રિમ વીજળી = ઈલેક્ટ્રીસીટી અને આકાશીય વીજળી બન્ને એક સ્વરૂપ જ છે- એમ સિદ્ધ થાય છે. આકાશીય વીજળી તો સજીવ છે જ. તેથી તેના સમાન કૃત્રિમ વીજળી = ઈલેક્ટ્રીસીટી પણ તેઉકાય જીવસ્વરૂપે જ સિદ્ધ થાય છે.
આકાશમાં ઉત્પન્ન થતી વીજળી નુકશાન ન કરે તે માટે જે પ્રકારે earthing કરવામાં આવે છે તે જ પ્રકારનું અર્થિંગ કૃત્રિમ વીજળી દ્વારા બહુમાળી મકાન-ફેકટરી વગેરેને નુકશાન ન થાય તે માટે કરવામાં આવે છે. આકાશની વીજળી અર્થિંગ વાયરમાંથી પસાર થતી હોય ત્યારે જો તે તારની જોડે બલ્બનું યોગ્ય જોડાણ કરેલ હોય તો તે બલ્બ પણ પ્રકાશે છે જ. આ વાત વિજ્ઞાન પ્રયોગ દ્વારા સિદ્ધ કરેલ છે. આમ આકાશીય વીજળી અને કૃત્રિમ વીજળી (electricity) વચ્ચે અનેક પ્રકારે સમાનતા જ જોવા મળે છે. તેથી આકાશીય વીજળીની જેમ વાયરની વીજળી-ઈલેક્ટ્રીસીટી પણ સજીવ જ છે.
આ ઈલેક્ટ્રીસીટીની ઉત્પત્તિની પ્રક્યિાને સમજીએ
અન્ય એક બાબત પણ અહીં ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મહાનદી ઉપર ડેમ બાંધીને ટરબાઈન દ્વારા જે ઈલેક્ટ્રીસીટી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં પ્રક્રિયા એવી હોય છે કે ધસમસતા પાણીનો પ્રવાહ ટરબાઈન ઉપર વેગથી પડે છે. તેથી અત્યંત ફોર્સથી ટરબાઈન ઘૂમે છે. તે સમયે ટરબાઈન સાથે જોડાયેલ ડાયનેમામાં ગોઠવેલા મેગ્નેટવાળા ચંદ્રકોની વચ્ચે Coil પણ ઝડપથી ગોળ-ગોળ ફરે છે. આ રીતે કન્ડક્ટીંગ રોડ Coil)અને મેગ્નેટીક લાઈન્સની વચ્ચે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org