________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ૩૬મા અધ્યયનમાં પણ “ડવા ય વિન્ગ વોર્બળું પાદ જીવાયો' (ઉત્ત.૩૦/૧૧૦) આવું કહેવા દ્વારા સ્પષ્ટપણે વીજળીને બાદર અગ્નિકાય તરીકે જ ઓળખાવેલ છે.
શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી-ચારેય ફિરકાના તમામ જૈનો આકાશીય વીજળીને નિર્વિવાદપણે તેઉકાય જીવસ્વરૂપ જ માને છે. મહાશક્તિશાળી આકાશીય વીજળી જ્યારે નીચે પડે ત્યારે તેના નિમિત્તે થતું નુકશાન અટકાવવા માટે મોટી ફેકટરી, તોતીંગ બિલ્ડીંગ, મહાકાય મંદિરો, વિરાટ હોસ્પીટલ વગેરેમાં ઉપરના ખુલ્લા ભાગમાં અર્થિંગ કરવા માટે ત્રિશૂળ વગેરે આકારમાં તાંબાના વાયર વગેરેની વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવે છે. તથા તે વાયરને જમીનમાં નીચે ઊંડે સુધી પહોંચાડેલ હોય છે. નીચે પડતી વીજળીને પોતાના તરફ ખેંચીને આ વાહક તાર જમીનમાં નીચે પહોંચાડે છે. તેથી ફેકટરી વગેરેને નુકશાન થતું અટકી જાય છે. આ બાબતમાં તમામ ધર્માત્માઓ-મહાત્માઓ અને સાયન્ટિસ્ટો સંમત છે.
આકાશીય વીજળી તારમાં પ્રવેશીને જમીનમાં જાય તે અવસ્થામાં તેને શું તેરાપંથી મહાપ્રજ્ઞજી નિર્જીવ માનશે ? શક્ય જ નથી. કારણ કે આકાશીય વીજળી પોતાના ઉપર પડવાથી માણસ જેમ દાઝી જાય છે, બળી જાય છે, કદાચિત્ મરી પણ જાય છે તેમ આકાશીય વીજળી તાંબાના તારમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તે તારને પકડી રહેનાર માણસ પણ દાઝી જાય છે, બળી જાય છે, કદાચિત્ મરી પણ જાય છે. આથી માનવું જ પડે કે આકાશમાં ઉત્પન્ન થતી વીજળી જેમ સજીવ છે તેમ તે વીજળી તારમાં પસાર થતી અવસ્થામાં પણ સજીવ જ છે.
આ પ્રક્રિયા તદ્દન ઈલેકટ્રીસીટી જેવી જ છે. ફરક ફક્ત એટલો જ છે કે આકાશીય વીજળી સૌપ્રથમ પ્રકાશ સ્વરૂપ હોય છે, પછી તારમાં પ્રવેશીને તે અદૃશ્ય ઈલેક્ટ્રીસીટી સ્વરૂપ બને છે. જ્યારે
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org