________________
કરી શકે.) નોંધી રાખો કે વ્યાખ્યાઅનુસાર શૂન્યાવકાશનું તાપમાન ૦° K (કેલ્વીન) છે અને ૦° K તાપમાને પહોંચવું વાસ્તવમાં અશક્ય છે. (o°K -૪૫૯.૬૦ ફે. ૧માઈનસ ૨૭૩.૧૬° સે. ડીગ્રી) બીજી સમસ્યા એ છે કે, આ વિસ્તારમાં પ્રવેશી શકે તેવા કેટલાક એકબીજા સાથે અથડાતા કણો હોય છે. તે પાત્રની દિવાલ ગમે તેટલી જાડી ભલે હોય, (તો પણ) હંમેશા એક પૂરેપૂરી શક્યતા રહેલી છે, કે એક સૂક્ષ્મ કણ (=ન્યુટ્રીનો) તે વિસ્તારમાં પ્રવેશ કરી શકે જ છે.”
=
=
પ્રસન્નિકા-વિક્રમકોશ પુસ્તકમાં બંસીધર શુકલ જણાવે છે કે ‘સમગ્ર બ્રહ્માંડ ૯૦% ન્યુટ્રીનો કણોથી ભરેલુ છે.' (ભૌતિક વિશ્વપૃષ્ઠ-૪૨) આ મુજબ તો ન્યુટ્રીનોનો પ્રવેશ બલ્બ વગેરેમાં અસંભવ નથી જ. કારણ કે ન્યુટ્રીનો અપ્રતિઘાતી દ્રવ્ય-કણ છે.
"The world book, Encyclopedia" નામના પુસ્તકના ૨૦મા ભાગમાં પણ જણાવેલ છે કે Vacuum is a space that has no matter in it. However, there is no such thing as a complete vacuum because no one has ever been able to remove all the air molecules in a space. (Volume-20, Page -296.) અર્થ :‘વેક્યુમ એટલે તેવી જગ્યા કે જ્યાં કોઈ પણ દ્રવ્ય ન હોય. જો કે તેવી કોઈ ચીજ નથી જ્યાં સંપૂર્ણ શૂન્યાવકાશ હોય. કારણ કે અવકાશમાં રહેલ વાયુના જથ્થાને સંપૂર્ણપણે હટાવવા માટે કોઈ સમર્થ નથી.’
આનો મતલબ એ થયો કે બલ્બ વગેરેમાં સ્કૂલ વેક્યુમ જ કરવામાં આવે છે. તેથી તથાવિધ પાતળી હવાસ્વરૂપે વાયુકાયનું ત્યાં અસ્તિત્વ માનવામાં કોઈ વિરોધ નથી.
જો બલ્બમાં ૧૦૦% શૂન્યાવકાશ કરવામાં આવે તો ફિલામેન્ટમાં ઉત્પન્ન થનાર પ્રકાશ અને ગરમી બલ્બના કાચ સુધી ૧. જુઓ વિજ્ઞાનકોષ-ભૌતિકવિજ્ઞાન પૃષ્ઠ.૧૧૦.
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org