________________
૪૫૯.૬ ફે. અર્થાત્ શૂન્ય નીચે ૨૭૩.૧૬ સે. ડીગ્રી (=Ok) કરતાં સહેજ પણ ઠંડક ઓછી હોય તો પરફેક્ટ વેકયુમ શકય નથી કારણ કે માઈનસ ૨૭૩.૧૬ ડીગ્રી સે. કરતાં સહેજ પણ ઉષ્ણતા વધે તો ત્યાં પાર્ટીકલમાંથી સતત ફોટોન છૂટયા જ કરે છે. ઈલેકટ્રોન કરતાં પણ ફોટોન ખૂબ નાના હોય છે. તેના લીધે સંપૂર્ણ શૂન્યાવકાશ માનવીય પ્રયત્નથી કે ભૌતિક સાધનથી શકય જ નથી.
આટલા વર્ષોની મથામણ પછી પણ, તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી પણ માઈનસ ૨૭૩.૧૬ સે. ડીગ્રી સુધીનું વાતાવરણ વૈજ્ઞાનિકો બનાવી શકયા નથી. હા, માઈનસ ૨૭૨.૯૯ સે. ડીગ્રી સુધી સાયન્ટીસ્ટો પહોંચી શક્યાની વિગત જાણવા મળી છે. પરંતુ માઈનસ ૨૭૩.૧૬ ડીગ્રી સે. સુધી તો આધુનિક વૈજ્ઞાનિકો પણ પહોંચી નથી જ શક્યા. તથા બલ્બમાં તો માઈનસ ૨૭૨.૯૯ સે. ડીગ્રી સુધીનું પણ વાતાવરણ નથી જ હોતું. સામાન્યથી બહારના વાતાવરણ જેટલું વાતાવરણ અથવા તેનાથી સહેજ ઓછું વાતાવરણ બંધ બલ્બમાં હોય છે. તથા બલ્બ ચાલુ હોય ત્યારે તો ‘વિદ્યુત વાયરિંગ’ પુસ્તકમાં ‘બાળ વાસુદેવ સમુદ્ર’ (D.E.E., D.M.E., Grad-I.E.E., D.R.E., M.I.E.) જણાવે છે તે મુજબ ફિલામેંટની ઉષ્ણતા ૨૭૬૦ સેન્ટિગ્રેડ (પ૦૦૦ ફે.) સુધી હોય છે. મોર્ડન સાયન્સના અભ્યાસીઓ આ વાતને સારી રીતે જાણે છે. તેથી આટલા ગરમ વાતાવરણમાં સાયન્સના એંગલથી એબ્સોલ્યુટ વેકયુમ પોસીબલ નથી.
આ બાબત ઈન્ટરનેટ વેબસાઈટના માધ્યમથી નીચે મુજબના શબ્દોમાં જાણવા મળે છે.
Question: Is it possible to make a perfect vacuum? Asked by: Dan Klingensmith
૧. ઈન્ટરનેટની વિગત એક શ્રાવક દ્વારા મળેલ છે તે અહીં રજૂ કરેલ છે.
૨૦
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org