________________
ઓપેરા જેન સંઘ (અમદાવાદ)ના પ્રમુખ અશોકભાઈ
સમાજને ઉસૂત્ર પ્રરૂપણાથી ઉગારવાનો આપનો અથાગ પ્રયત્ન અત્યંત અનુમોદનીય છે. આપશ્રીએ અતી અલ્પ સમયમાં ઘણાં દીર્ઘ કાળથી સળગતી સજીવતાની સમસ્યાનો સર્વાગી સવિસ્તાર સમાધાન આપીને સમગ્ર જૈન સમાજ માટે અતિ ઉપયોગી કાર્ય કર્યું છે.
લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામકશ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ
પૂ. શ્રી યશોવિજયજી એ આચાર્યશ્રી મહાપ્રજ્ઞના લેખની સામે જૈન ધર્મના શાસ્ત્રના સમુદ્રને વલોવીને નવનીત તારવી આ પુસ્તકમાં રજૂ કર્યું છે. તેમણે આગમોક્ત પ્રમાણો આપી જૈનોની પ્રાચીન પરંપરાને શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પુરવાર કરી આપી છે. આ માટે તેઓશ્રી ધન્યવાદને પાત્ર છે. તેમણે આપેલા અનેક પ્રમાણો જ તેમની વિદ્વત્તા, સુઝ અને ગંભીરતાના ઘોતક છે. નવા વિવાદને સમજવા, સાચી સમજ કેળવવા તથા સંઘોમાં શાસ્ત્રીય પરંપરા સાચું જ્ઞાન મળી રહે તે માટે આ પુસ્તક અવશ્ય વાંચવા લાયક છે.
1.
J. Bashah...
(૧૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org