________________
માટે જીવનભર ત્રસ-સ્થાવર સર્વ જીવોની અહિંસા પાળવાના મહાવ્રતને પૂર્ણ નિષ્ઠાથી વફાદાર રહે તે જ વધુ વ્યાજબી લાગે છે. કારણ કે ધર્મના પ્રચાર અને પ્રસાર કરતાં પણ વિશુદ્ધ સંયમનો પ્રભાવ વધુ બળવાન છે.
મહાવ્રતપાલનની વફાદારીને આત્મસાત કરીને, સંયમને કેન્દ્રસ્થાને ગોઠવીને શાસનનું ઋણ ચૂકવવા માટે ધર્મનો-જિનશાસનનો પ્રચાર અને પ્રસાર કરે તો કેવું સારું ! તેનો પ્રભાવ પણ કેટલો ઊંચો હોય ! તેનું પરિણામ પણ કેવું નક્કર હોય ! તારક શ્રીતીર્થંકર પરમાત્માના જીવન ઉપર દૃષ્ટિપાત કરવાથી ખ્યાલમાં આવી શકે તેમ છે કે તેઓશ્રી ધર્મના આંધળા પ્રચાર અને પ્રસાર કરતાં સંયમ ધર્મના પ્રભાવને વિશુદ્ધ બનાવવાના વધુ હિમાયતી હતા. તેથી વીતરાગ તીર્થંકર ભગવંતના અનુયાયી માટે પણ તે જ માર્ગ વધુ હિતકારી બને તે સ્વાભાવિક જ છે. મહાનનો યેન ાતઃ સન્યાઃ।
× ઐતિહાસિક અનુસંધાન
વળી, મહત્ત્વની વાત તો એ છે કે સચિત્ત તેઉકાયના લક્ષણો જેમાં દેખાય છે તેવી ઈલેક્ટ્રીસીટીમાં અને બલ્ગપ્રકાશમાં નિર્જીવતાનો નિશ્ચય અસર્વજ્ઞને કઈ રીતે થઈ શકે ? માટે અસર્વજ્ઞ વ્યક્તિ તો તેવો વ્યવહાર ન જ કરી શકે. જો પોતાની પાસે રહેલી સાધન-સામગ્રી દ્વારા કોઈ પણ ચીજમાં નિર્જીવતાનો અભ્રાન્ત નિર્ણય ન થાય તો છદ્મસ્થ સાધક તે ચીજનો વપરાશ-ઉપભોગ ઉત્સર્ગમાર્ગે ન જ કરી શકે- આવું જણાવવા માટે તો શ્રમણ ભગવાન મહાવીરે કેવલજ્ઞાનના બળથી તળાવના પાણીને અચિત્ત જાણવા છતાં પણ અત્યંત તૃષાતુર થયેલા સાધુઓને તે પ્રાસક-નિર્જીવ જળ વાપરવા માટેની અનુજ્ઞા ન આપી. કારણ કે કેવળજ્ઞાનથી નિર્જીવ દેખાતું તે પાણી છદ્મસ્થ જીવ પાસે રહેલી જ્ઞાનસામગ્રી દ્વારા નિર્જીવ તરીકે
Jain Education International
૧૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org