________________
આપણે કોણ ? તથા ઈલેકટ્રીસીટીને નિર્જીવ કહીને જાહેરમાં માઈકલાઈટ વગેરેનો ઉપયોગ સાધુ થઈને કરવો-કરાવવો તે ઉન્માર્ગ નહિ તો બીજું શું છે ? શાસનરક્ષા-પ્રભાવનાના હુલામણા નામથી પણ જો પોતાની બુદ્ધિથી કલ્પના કરીને ઉસૂત્રપ્રરૂપણા અને ઉન્માર્ગપ્રવર્તન કરવામાં આવે તો તેવું કરનાર સાધુ યથાશ્કેન્દ બને, સ્વેચ્છાચારી બને છે. આવું વ્યવહારસૂત્રભાષ્યમાં
'उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पन्नविमाणो । एसो उ अहाछंदो इच्छाच्छंदो य एगट्ठा ।।'
(વ્યવહારસૂત્ર ભાષ્ય ભાગ-૩/૨૩૪, પૃષ્ઠ.૧૧૨) આ રીતે જણાવેલ છે. આ જ વાતને જરા જુદા શબ્દોમાં નિશીથભાષ્યમાં
'उस्सुत्तमणुवइटुं सच्छंदविगप्पियं अणणुवादी । પરતત્તિ વત્તે નિંતિને ય રૂમો હાઇડ્રો ||' (ગા.૩૪૯૨)
આ રીતે જણાવેલ છે. આવી ગંભીર વાત તેમના જેવા આગમમર્મજ્ઞ તરીકે વિખ્યાત શું ભૂલી ગયા હશે ?
પોતાની વ્યક્તિગત નબળાઈથી અશુદ્ધ-વિરાધનામય સાધનનો ઉપયોગ કરવો તે જુદી વાત છે. તે બાબતમાં હજુ અન્ય કોઈ યોગ્ય વિચાર કે આવશ્યક નિર્ણય અધિકૃત વ્યક્તિ દ્વારા કરી શકાય. જો કે વિરાધનામય સાધનનો ઉપયોગ પણ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઉચિત તો નથી જ. પરંતુ અનેક પ્રમાણથી સજીવ સિદ્ધ થતા વિદ્યુતપ્રકાશને અચિત્ત કહેવો તથા ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોના વપરાશને નિર્દોષ-નિરવદ્ય કહેવો અને બધાને તેમાં જોડાવાની સુવિધા કરી આપવી તે તો તેમના જેવા પંડિતસભાગાર માટે જરા ય ઉચિત ન જ કહેવાય. આટલું તો સુનિશ્ચિત જ છે.
મિથ્યાત્વ કેટલું દૂર છે ? સજીવને નિર્જીવ માનવામાં પણ મિથ્યાત્વ લાગે તો પછી તેવી
( ૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org