________________
અમુક પાર્ટસ્ તો પુષ્કળ ગરમ થાય છે જ. તથા પૂર્વે (પૃષ્ઠ.૫૭) જણાવેલ આચારાંગવૃત્તિના પાઠના આધારે આપણે જોઈ ગયા છીએ કે “તમામ ઉષ્ણ પરિણામ જીવના પ્રયત્નને જ આભારી છે. તેથી માઈકના ગરમ થયેલા ટ્રાંઝીસ્ટર્સ વગેરેમાં જે પુષ્કળ ગરમી જોવા મળે છે તે પણ જીવકૃત જ સિદ્ધ થાય છે. તથા અત્યંત તપેલા એવા તે ટ્રાંઝીસ્ટર્સ વગેરેના સંપર્કમાં આવતા બહારના વાયુકાય વગેરે જીવોની પણ વિરાધના થાય જ છે.
આ બાબત માત્ર માઈકના એમ્પ્લીફાયરમાં જ નહિ પરંતુ ઈલેક્ટ્રીસીટી આધારિત ફોન (મોબાઈલ પણ), ફેક્સ, કોમ્યુટર, કેક્યુલેટર વગેરે તમામ વસ્તુમાં એક સરખી રીતે લાગુ પડે છે. તેમાંના ટ્રાંઝીસ્ટર ગમે તેટલા ઝીણા હોય તો પણ તે ગરમીનું તો ઉત્સર્જન કરે છે જ. આ બાબત વિજ્ઞાન અને અનુભવ-બને દૃષ્ટિએ નિર્વિવાદ છે. પેટીયમ વગેરે કોમ્યુટર્સની મુખ્ય ચીપ પણ ગરમ થાય જ છે. માટે જ તેને ઠંડી પાડવા માટે હીટ-સિક અને પંખો લગાડવામાં આવે છે. આથી ત્યાં પણ જીવવિરાધના સ્પષ્ટ જ છે.
ખરેખર આના નિમિત્તે પોતાના જીવનમાં, પોતાના આશ્રિતોમાં અને અન્ય સાધુ ભગવંતોમાં અનવસ્વાસ્વરૂપે ઊભી થનારી મહાવિરાધનાની અપ્રામાણિક અને અનર્થકારી પરંપરાના ભયાવહ ભારબોજથી બચવા માટે મહાપ્રજ્ઞજીનો અંતરાત્મા ઝંખી જ રહ્યો હશે ! “અગ્નિસમાન ભયંકર શસ્ત્ર બીજું કોઈ નથી.” આવી હકીકતને જણાવનાર “નસ્થિ નોતિને સન્થ' (૩૫/૧૨) આવું ઉત્તરાધ્યયનસૂત્રનું વચન તેઓશ્રીની પ્રબળ સ્મૃતિમાં ઉપસ્થિત જ હશે !
વીજળીની ઉત્પત્તિમાં મહાઆરંભ છે વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે વિદ્યુતપ્રકાશના
(૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org