SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૬ જોશે. ત્યારે તેને ચિકિત્સા શાસ્ત્ર યાદ આવશે. પર્વતમાં રહેલી શલ્યઉદ્ધરણ ઔષધિ અને સંરોહણ વનસ્પતિને લઈને આવશે. શલ્યોદ્ધારણ કરતા કાંટો નીકળી જશે. સંરોહણી વનસ્પતિથી સાધુના પગના ઘાને રુઝાવી દેશે. પછી સાધુની પાસે અક્ષરો લખશે કે હું વેતરણી નામે વૈદ્ય હતો ઇત્યાદિ. ત્યારે સાધુ તેને ધર્મ કહેશે. ત્યારે તે વાનર ભક્તપ્રત્યાખ્યાન કરશે. ત્રણ રાત્રિ દિવસનું અનશન કરી, મૃત્યુ પામી, તે વાનર આઠમાં સહસ્ત્રાર કલ્પે દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકશે. પોતાના પૂર્વભવ જોશે ત્યારે ત્યાં તેના ધર્મ કહેનાર સાધુને અને પોતાના મૃત શરીરને જોશે. ત્યારે તે વાનરદેવ દેવઋદ્ધિ પ્રગટ કરીને ત્યાં આવશે અને કહેશે કે, હે ભદંત ! આપના પ્રભાવથી હું દેવ થયો છું. મને જણાવો કે હું શું કરું ? પછી તે સાધુને અન્ય સાધુ પાસે લઈ જશે. ત્યારે તે સાધુઓ પૂછશે કે કઈ રીતે અહીં આવ્યા ? ત્યારે તેઓને સમગ્ર વૃત્તાંત કહેશે. અનુકંપાના કારણે મારો આત્મા પાપથી મૂકાયો. સહસ્ત્રાર કલ્પથી ચ્યવીને તે વાનરદેવ ચારિત્ર ગ્રહણ કરીને મોક્ષે જશે. ૦ આગમ સંદર્ભ:આવ.નિ ૧૩૦૫, ૧૩૦૬; આવપૂ.૧–. ૪૦, ૪૬૧; – – –– ૦ સુમેરુપ્રભ હાથીની કથા : (આ કથા મેઘકુમારની કથામાં તેના પૂર્વભવના વર્ણનરૂપે આવેલી છે.) ત્યારે ભગવંત મહાવીરે કહ્યું કે, હે મેઘ ! આજથી પૂર્વે ત્રીજા ભવમાં વૈતાઢય પર્વતના પાદમૂલમાં તું હાથી હતો. વનચરોએ તારું નામ સુમેરુપ્રભ રાખેલું. તે સુમેરુપ્રભ હાથીનો વર્ણ શ્વેત હતો, શંખદળ સમાન ઉજ્વલ, વિમલ, નિર્મળ, દહીં અને ગાયના દૂધના ફીણ તથા ચંદ્રમા સમાન શ્રેતરૂપ હતો. (ઇત્યાદિ વર્ણન વિસ્તારથી મેઘકુમારમાં જોવું) હે મેઘ ! ત્યાં તું ઘણા હાથી, હાથણી, લોક, લોટ્ટિકા, કલભ, કલભિકાથી પરિવૃત્ત થઈને – યાવત્ - વિચરતો હતો – – – » – વનમાં દાહ લાગ્યો – ૪ – ૪ – પાણી પીવા ગયો – ૪ – ૪ – કીચડમાં ફસાયો – ૪ – ૪ - યુવાન હાથીએ તને મારી નાંખ્યો. (આ કથા મેઘકુમારની કથામાં ઘણાં જ વિસ્તારથી અપાયેલી છે.) ૦ આગમ સંદર્ભ :નાયા. ૩૭; – ૪ - ૪ - ૦ મેરુપ્રભ હાથીની કથા : (આ કથા પણ મેઘકુમારના પૂર્વભવની જ કથા છે. કથા જુઓ મેઘકુમાર શ્રમણ) હે મેઘ ! સુમેરુપ્રભ હાથીના ભવે મૃત્યુ પામીને તું આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં દક્ષિણાર્ધ ભારતમાં ગંગાનદીના દક્ષિણી કિનારે, વિદ્યાચલ સમીપે એક મદોન્મત્ત શ્રેષ્ઠ ગંધહસ્તીથી એક શ્રેષ્ઠ હાથણીની કુક્ષિમાં હાથીના બચ્ચારૂપે ઉત્પન્ન થયો. તે હાથણીએ વસંત માસમાં તને જન્મ આપ્યો. હે મેઘ ! તું ગર્ભાવાસથી મુક્ત થઈને ગજકલભક થઈ ગયો. લાલ કમલની સમાન લાલ અને સુકુમાર થયો – ૪ – ૪ – ૪ – ત્યાં વનચરોએ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy