SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ આગમ કથાનુયોગ-૬ ગુડ ગુડ કે રથનો ધમધમાટ કરે છે તો કોઈ આ ત્રણે ક્રિયા કરે છે કોઈ કોઈ દેવ ઉછળે છે, છલાંગ મારે છે, કુદે છે તો કોઈ આ ત્રણે કરે છે. કોઈ – કોઈ દેવ સિંહનાદ કરે છે, આઘાત કરે છે, પ્રહાર કરે છે તો કોઈ ત્રણે ક્રિયાઓ કરે છે કોઈ કોઈ હક્કાર, બુક્કાર, થક્કાર કે પુત્કાર કરે છે કોઈ નામ સંભળાવવા લાગે છે તો કોઈ આ બધું સાથે કરે છે. કોઈ કોઈ દેવ ઉછળે છે, પડે છે, તિછ જાય છે. તો કોઈ બધી ક્રિયાઓ કરે છે. કોઈ કોઈ દેવ બળવા માંડે છે, તાપથી તપે છે, ગર્જના કરે છે, વિજળીઓ ચમકાવે છે, વર્ષા કરે છે, કોઈ કોઈ દેવોનું સંમેલન કરે છે, હવામાં ન આવે છે, શોર મચાવે છે, હર્ષોલ્લાસ પ્રગટ કરે છે, દેવોદ્યોત કરે છે, દેવ વિદ્યુત્ કરે છે, ચેલોëપ કરે છે. કોઈ કોઈ દેવાના હાથમાં ઉત્પલ, કમલ – યાવત્ – સહસ્ત્રપત્ર છે. કોઈ દેવના હાથમાં ઘંટા – યાવત્ – ધૂપકડુચ્છક છે. આ પ્રકારે તે દેવો હર્ષિત અને સંતુષ્ટ થાય છે – યાવત્ – હર્ષના કારણે તેઓના હૃદય વિકસિત થઈ રહ્યા છે. તેઓ વિજયા રાજધાનીમાં ચારે તરફ દોડી રહ્યા છે.ત્યારપછી તે ૪૦૦૦ સામાનિક દેવ – યાવત્ – ૧૬,૦૦૦ આત્મરક્ષકદેવ તથા વિજયા રાજધાનીના નિવાસી અનેક વાણવ્યંતર દેવદેવીઓ તે શ્રેષ્ઠ કમલો પર પ્રતિષ્ઠિત – કાવત્ – ૧૦૮ સુવર્ણકળશો – યાવત્ – ૧૦૮ માટીના કળશોથી – યાવત્ – સર્વ ઔષધીઓ – યાવત્ – સિદ્ધાર્થકોથી સર્વ ઋદ્ધિની સાથે – યાવત્ – વાદ્યોના ધ્વનિ સાથે અતીવ ઉત્સાહપૂર્વક તે વિજયદેવનો ઇન્દ્ર-અભિષેક કરે છે. ત્યારપછી તેઓ બધાં મસ્તકે અંજલિ જોડીને કહે છે કે, હે નંદ ! આપનો જય થાઓ – વિજય થાઓ. આપ ન જીતેલાને જીતો અને જીતેલાનું પાલન કરો. દેવોમાં ઇન્દ્રઅસુરોમાં ચમરેન્દ્ર, નાગકુમારોમાં ધરણેન્દ્ર, મનુષ્યોમાં ભરત ચક્રવર્તી માફક આપ ઉપસર્ગ રહિત થાઓ. અનેક પલ્યોપમ અને સાગરોપમ સુધી – યાવત્ – ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવોનું, આ વિજયા રાજધાનીનું અને રાજધાનીમાં નિવાસ કરતા અનેક વાણવ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્ય – યાવત્ – આશૈશ્વર્ય અને સેનાધિપત્ય કરતા વિચારો. આ પ્રમાણે કહીને ઘણાં મોટે-મોટેથી જય-જય શબ્દોને પ્રયોગ કરે છે. ૦ વિજયદેવે અલંકૃત થઈને કરેલ ઘાર્મિક વાંચન તથા પૂજા – ત્યારપછી તે વિજયદેવ મહાનું અભિષેકથી અભિષિક્ત થઈને સિંહાસનેથી ઉઠીને અભિષેકસભાના પૂર્વ દ્વારેથી બહાર નીકળ્યો. અલંકારસભાની પ્રદક્ષિણા કરીને પૂર્વ દિશાના દ્વારેથી તેમાં પ્રવેશ કર્યો. પછી શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ થઈને બેઠો. પછી તે વિજયદેવની સામાનિક પર્ષદાના દેવોએ આભિયોગિક દેવાને બોલાવીને કહ્યું કે, જલ્દીથી વિજયદેવના આલંકારિક ભાંડ લાવો. ત્યારે વિજયદેવનું શરીર સર્વ પ્રથમ ચૂંછળાવાળા સુકોમલ દિવ્ય સુગંધિત ગંધકાષાયિક વસ્ત્રથી સ્વચ્છ કર્યું. સરસ ગોશીષ ચંદનનો શરીરે લેપ કર્યો. પછી શ્વાસના વાયુથી ઉડી જાય, નેત્રોને મનોહર લાગે, તેવા સુંદર રંગ અને મૃદુસ્પર્શયુક્ત, ઘોડાની લાર કરતાં પણ અધિક મૃદુ અને સફેદ તેમજ જેના કિનારે સોનાના તાર ખચિત છે, આકાશ, અને સ્ફટિક રત્ન માફક સ્વચ્છ, અક્ષત એવા દિવ્ય, દેવદૂષ્ય યુગલને ધારણ કર્યું.
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy