SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ આગમ કથાનુયોગ-૬ (૫) રત્નનું દષ્ટાંત : સમુદ્રદત્ત નામે એક નૌકાવણિક હતો. પોતાની ઇચ્છા મુજબ રત્નોનો સંચય કરી તાપ્રલિમી તરફ જવા માટે સમુદ્રમાં વહાણની મુસાફરી કરવા લાગ્યો. કોઈ વખતે ઊંડા સમુદ્રમાં તેનું વહાણ ભાંગી ગયું. મેળવેલા સર્વ રત્નો સમુદ્રમાં વેરાઈ ગયા. તે પોતે કોઈ પાટીયું હાથમાં આવતા કોઈ પ્રકારે કિનારે પહોંચી ગયો. પછી તેણે રત્નોની શોધ કરાવવાનું ચાલુ કર્યું. જેમ સમુદ્રમાં વેરાયેલા રત્નો ફરી પાછા મેળવવા મુશ્કેલ છે, તેમ એક વખત ગુમાવેલો મનુષ્યજન્મ ફરી પ્રાપ્ત કરવો દુર્લભ છે. (૬) સ્વપ્નનું દષ્ટાંત : (આ કથા મૂળદેવની કથા અંતર્ગતું આવી ગયેલી છે.). મૂળદેવને જ્યારે અચલે દેવદત્તા ગણિકાને ત્યાંથી અપમાન કરી કાઢી મૂકાવ્યો. ત્યારે ભટકતો એવો મૂલદેવ કોઈ અટવી પાસે આવ્યો. સદ્ધર બ્રાહ્મણ પણ ભાથું લઈને અટવી પાસે આવ્યો. બંનેએ અટવી પસાર કરવાની હતી. ત્રણ દિવસે અટવી પાર કરી. ત્રણ દિવસ પેલા બ્રાહ્મણે પોતાનું ભાથું એકલા-એકલા જ ખાધા કર્યું, પણ તેણે મૂલદેવને એક દાણો પણ ખાવા ન આપ્યો. ચોથે દિવસે મધ્યાહ્ન બાફેલા અડદના બાકુળા ભિક્ષારૂપે મળ્યા. તે સમયે માસક્ષમણના પારણાના તપસ્વીને જોઈને હર્ષિત થયેલા મૂળદેવે તે બાકુળા મુનિને વહોરાવી દીધા. તે જોઈને નજીકમાં રહેલા દેવે તેને વરદાન માંગવા કહ્યું. (ઇત્યાદિ – મૂળદેવની કથામાં જોવું) તે રાત્રિએ તે ધર્મશાળામાં સુતો. પ્રભાત સમયે તેણે અતિ ઉજ્વલ–પૂર્ણ પ્રકાશિત ચંદ્રને પોતાના મુખ વડે પાન કરતો હોય તેવું સ્વપ્ન જોયું. બીજા મુસાફરે પણ તેવું જ સ્વપ્ન જોયું. તે મુસાફર મોટા-મોટા અવાજે બધાંને કહેવા લાગ્યો કે, મેં આવું સ્વપ્ન જોયું. ત્યારે નિમિત્તકે તેને કહ્યું કે, તને ઘી–ગોળવાળો પુડલો ખાવા મળશે. જ્યારે મૂલદેવે પ્રભાત વીત્યા બાદ સ્નાનાદિથી નિવૃત્ત થઈ પુષ્પોની અંજલી ભરી સ્વપ્નશાસ્ત્રજ્ઞની પૂજા કરી, વંદન કરી. વિધિપૂર્વક સબહુમાન પૂછયું કે, મને આ સ્વપ્નનું શું ફળ મળશે? સ્વખપાઠકે તેને કહ્યું કે, સાત દિવસમાં તને રાજ્યની પ્રાપ્તિ થશે – યાવત્ – સાતમે દિવસે મૂળદેવ રાજા બન્યો. ત્યારે પેલો મુસાફર ફરી ફરી તે ધર્મશાળામાં જઈને સુવા લાગ્યો અને ફરીને તેને પણ આ સ્વપ્ન આવે, તે પણ વિધિપૂર્વક સ્વપ્નપાઠક પાસે જઈને કહે અને તેને પણ રાજ્યની પ્રાપ્તિ થાય તેની પ્રતિક્ષા કરવા લાગ્યો. જે રીતે આવું ધારેલ સ્વપ્ન ફરી આવવું દુર્લભ છે, તે રીતે એક વખત મળેલો મનુષ્યજન્મ હારી જવાય તો ફરી મળવો મુશ્કેલ છે. (૭) ચક્ર–રાધાવેધનું દષ્ટાંત : (આ દૃષ્ટાંત ઇંદ્રદત્ત – સુરેન્દ્ર દત્તની કથા અંતર્ગત આવેલ છે.). મથુરાના રાજાની પુત્રીએ કહ્યું કે, ઇન્દ્રદત્ત રાજાનો જે પુત્ર ચક્રરાધાવેધ કરે તેની સાથે મારા લગ્ન કરવા. એક સ્તંભ તૈયાર કરાયો. તેમાં એક સવળું – એક અવળું એ રીતે
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy