SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ કોઈ ઋષિ હોવા જોઈએ) (૧૫–૮૭) સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ :– મંખલી ગોશાળાએ નિર્દોષ એવા શ્રી સુનક્ષત્ર ને સર્વાનુભૂતિ નામના શ્રી મહાવીર ભગવંતના શિષ્યોને તેજોલેશ્યાથી બાળી નાંખ્યા હતા. તે રીતે સળગતાં તે બંને સમાધિભાવને સ્વીકારીને પંડિતમરણને પામ્યા. ૦ આગમ સંદર્ભ : (ઉપરોક્ત કથાના ક્રમાંકની બાજુમાં લખેલા અંકો ક્રમાંકો છે.) X - X આગમ કથાનુયોગ–૬ - તે તે કથાના “સંથાગ' આગમના સંદર્ભ ૦ મરણસમાધિ :- આ પ્રકિર્ણકમાં પણ કેટલાંક અતિ સંક્ષિપ્ત દૃષ્ટાંતો છે. જેમાં સમાધિમરણ આરાધકોના નામ અને અતિ અલ્પ પરિચય કથાનકો છે. તેમાંના ઘણાં દૃષ્ટાંતો કથાસ્વરૂપે શ્રમણ—શ્રમણી આદિ વિભાગોમાં આવી ગયા છે. તેમજ ભત્તપરિણ્ણા અને સંથારગના દૃષ્ટાંતોમાં પણ આવી ગયા છે. તો પણ આ વિભાગમાં તેમનો પુનઃ ઉલ્લેખ સમાધિ મરણ પ્રાપ્ત કરનાર મહર્ષિની મહત્તા દર્શાવવા કરેલ છે – જોકે સંથારગમાં આવેલ દૃષ્ટાંતનો માત્ર ઉલ્લેખ કર્યો છે. આગમ સંદર્ભ ઃ— કથાના ક્રમ અને નામની સાથે – જે અંકો છે તે આ કથાનો મરણસમાધિ આગમનો આગમ સંદર્ભ દર્શાવે છે. (૧–૪૨૪, ૪૨૫) જિનધર્મ શ્રાવક :– કાંચનપુરે જિનધર્મનામક શ્રેષ્ઠી હતો, તે શ્રાવક હતો. તેનું આ પ્રમાણે ચરિત્ર છે. જે રીતે તેણે વિતતમુનિ દ્વારા પરમ દુષ્કર ઉપસર્ગો સહન કર્યાં, તે રીતે સુવિહિતોએ ઉત્તમાર્થની આરાધના કરવા ઉપસર્ગાને સહન કરવા જોઈએ. (૨-૪૨૬, ૪૨૭) મેતાર્યમુનિ :– જે મેતાર્યમુનિના મસ્તકે કસીને બંધાયેલ આર્દ્રચર્મને કારણે બંને આંખો બહાર નીકળી ગઈ. (ડોળા ધસી પડ્યા) તો પણ મેરુગિરિ જેવા અચલ તે સંયમથી ચલિત ન થયા. ક્રૌંચ પક્ષીનો અપરાધ હોવા છતાં, ક્રૌંચ પક્ષીનું નામ ન આપ્યું, પણ પ્રાણિ દયાથી ક્રૌંચના જીવનની રક્ષા પોતાના પ્રાણના ભોગે કરી તે મુનિને હું નમસ્કાર કરું છું. (૩–૪૨૮ થી ૪૩૧) ચિલાતિપુત્ર :– ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ જ પદ વડે જેમણે સમ્યક્ પ્રકારે ધર્મને જાણ્યો અને સંયમમાં સારી રીતે આરૂઢ થયા, તે ચિલાતિપુત્રને નમસ્કાર કરું છું. જેમના લોહીની ગંધથી આવેલી કીડીઓએ તેમના શરીરને ખાવાનું શરૂ કર્યું અને તેમના કાનમાં પ્રવેશીને કીડીઓ મસ્તક સુધી પહોંચી તેવા દુષ્કરકારકને વંદુ છું. તે ચિલાતી પુત્રના દેહને કીડીઓએ ચાલણી જેવો કરી દીધો તો પણ તેની ઉપર લેશમાત્ર પ્રદ્વેષ મનમાં ધારણ ન કર્યો, તેવા ધીર ચિલાતીપુત્ર ધર્મથી ચલિત ન થયા તેવા દુષ્કરકારકને વંદુ છું. (૪–૪૩૨, ૪૩૩) ગજસુકુમાલ :– પિતૃવનમાં પોતાના જ શ્વશૂરે બાળી દીધા તો પણ જેઓ ધર્મથી ચલિત ન થયા તે દુષ્કરકારક ગજસુકુમાલને વંદુ છું. જે રીતે તેમણે સમ્યક્ પ્રકારે એ હુતાશન (અગ્નિ)ને સહન કર્યો, તે રીતે સુવિહિતોએ શરીરને પીડાદાયક ઉપસર્ગોને સહન કરવા જોઈએ. (૫–૪૩૪, ૪૩૫) સાગરચંદ્ર :- કમલામેલાનું હરણ કરનાર સાગરચંદ્રને
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy