SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ દષ્ટાંત ઉપનય ૨૦૫ રોકી, બાકીના ૩૧ નદીમાં સ્નાન કરવા ગયા. તે અવસરે કોઈ લોલુપ સાધુ ભિક્ષા માટે આવ્યો. તેણે મોદકને જોયા. ત્યારે લંપટપણાથી ધર્મલાભ આપીને તે પુરુષ પાસે મોદક માંગ્યા. ત્યારે તે બોલ્યો, હે પૂજ્ય ! આ મોદક મને એકલાને આધીન નથી. પણ બીજા ૩૧ મિત્રોના પણ આ મોદક છે. તેથી હું કેમ આપું ? ત્યારે તે સાધુએ કહ્યું કે, તેઓ ક્યાં છે ? તેણે કહ્યું કે, તે નદીમાં સ્નાન કરવા ગયા છે. ત્યારે ફરીથી સાધુએ કહ્યું કે, શું તું બીજાના મોદક વડે પુણ્ય કરવા સમર્થ નથી? તું ખરેખર ! મૂઢ છે. વળી જો તું બત્રીશે મોદકો મને આપે તો પણ તારા ભાગમાંથી તો એક જ મોદક જાય છે. તેથી અલ્પ વ્યય કરીને પણ તું મને સર્વે મોદકો આપી પુણ્ય ઉપાર્જન કર. આ પ્રમાણે કહેતા તેણે સર્વે મોદકો આપ્યા. સાધુનું પાત્ર ભરાઈ ગયા. ત્યારે હર્ષિત થયેલ તે સાધુ ત્યાંથી નીકળ્યો. તેવામાં તે માણિભદ્રાદિ તેમની સન્મુખ આવ્યા. તેઓએ સાધુને પૂછયું, હે પૂજ્ય ! આ પાત્રમાં શું છે ? ત્યારે સાધુને લાગ્યું કે, આ તે મોદકના સ્વામી લાગે છે. જો સત્ય કહીશ તો તેઓ મોદક પાછા માંગશે. ત્યારે સાધુ મૌન રહ્યા. ત્યારે ભારથી નમેલા સાધુને જોઈને શંકાથી પાત્ર જોવા માંગ્યું. તેમાં મોદકો જોઈને કોપાયમાન થયેલા તેઓએ મોદકરક્ષક પુરુષને કહ્યું કે, શું આને તે સર્વે મોદકો આપી દીધાં? ત્યારે તે ભયથી કંપતો બોલ્યો કે, મેં આપ્યા નથી. ત્યારે માણિભદ્રાદિકે સાધુને કહ્યું, હે પાપી ! તું ચોર છે, સાધુવેશની વિંડબના કરનાર છે. તું અત્યારે ચોરીના માલસહિત પકડાયો છે. હવે તારો છુટકારો કેમ થશે ? એમ કહી તેના વસ્ત્ર–પાત્ર ખેંચ્યા. પછી તેમને રાજકુળમાં લઈ ગયા. ત્યારે લાથી તે સાધુ કંઈ બોલી શક્યા નહીં. દષ્ટાંત ઉપનય – આ રીતે વસ્તુના માલિક ન હોય તો તેમના એકની પાસેથી અર્થાત્ અનિકૃષ્ટ દોષયુક્ત ગ્રહણ કરવું નહીં. ૦ આગમ સંદર્ભ :પિંડનિ ૪૦૮ થી ૪૧૧ + વૃક ૦ દૂતિ દોષના વિષયમાં સ્વગ્રામદૂતીનું દૃષ્ટાંત : વિસ્તીર્ણ નામે ગામ હતું, તેની નજીક ગોકુલ નામે ગામ હતું. વિસ્તીર્ણ ગામમાં ધનદત્ત નામે કુટુંબી રહેતો હતો. તેને પ્રિયમતી નામે પત્ની હતી. દેવકી નામે પુત્રી હતી. તેણીને તે જ ગામમાં સુંદર નામે માણસ પરણ્યો. તેમને બલિષ્ઠ નામે પુત્ર થયો. રેવતી નામે પુત્રી થઈ. તે રેવતી ગોકુળ ગામના સંગમ નામના માણસને પરણી. - પ્રિયમતી મૃત્યુ પામી. ધનદત્તે પ્રવજ્યા ગ્રહણ કરી. ગુરુ સાથે વિચારવા લાગ્યા. કેટલેક કાળે તે વિસ્તીર્ણ ગામે આવ્યા. પોતાની પુત્રી દેવકીની વસતિમાં રહ્યા. તે વખતે તે બંને ગામને પરસ્પર વૈર ચાલતું હતું. તે વખતે વિસ્તીર્ણ ગ્રામવાસીએ ગોકુળ ગ્રામ પર ધાડ માટે તૈયાર કરી. તે જ વખતે ધનદત્ત સાધુ ગોકુળગ્રામે ભિક્ષા લેવા ચાલ્યા. ત્યારે દેવકી પુત્રીએ કહ્યું, આપ ગોકુળ ગામ જાઓ
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy