SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટાંત ઉપનય ૧૮૯ નાયાધમ્મકહાની પૂર્વે લખાયેલી કથા તથા તેના ઉપનયોનો સંદર્ભ :૦ સંઘાટનું દષ્ટાંત : આ ધન્ય સાર્થવાહ અને વિજયચોરની કથા છે. જે શ્રમણ વિભાગમાં ધન્ય શ્રમણની કથામાં લખાઈ ગયેલ છે – પરીગ્રહમાં લુબ્ધની દશા અને કેવળ સંયમ નિર્વાણાર્થે અશનાદિ ગ્રહણ કરનારના પરિસંસાર વિશેનો ઉપનય છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૪ર થી ૫૪; ૦ શૈલકનું દૃષ્ટાંત : આ કથા શ્રમણવિભાગમાં શૈલકરાજર્ષિની વિસ્તૃત કથારૂપે આવી ગયેલ છે – પ્રમાદી સાધુ-સાધ્વીની અવહેલના અને સંસારભ્રમણ તથા અપ્રમત વિહારી સાધુસાધ્વીની પૂજનીયતા અને સંસાર પરિતતાએ કથાનો ઉપનય છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૬૩ થી ૭૩; – ૪ – ૪ – ૦ માકંદીપુત્રોનું દૃષ્ટાંત : આ કથા જિનપાલિત શ્રમણરૂપે લખાઈ ગઈ છે. જેમાં ઉપનયરૂપે કામભોગ આસક્તની નિંદનીયતા અને સંસારભ્રમણ તથા કામભોગની પુનઃ અભિલાષા ન કરનાર સંસાર સમુદ્રને પાર કરે છે, તે દર્શાવેલ છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૧૦ થી ૧૪૦; ૦ નંદીકલનું દૃષ્ટાંત : ધન્ય સાર્થવાહની કથામાં શ્રમણ વિભાગમાં આ કથા આવી ગયેલ છે. નંદીફળના દૃષ્ટાંતથી ઇન્દ્રિય ભોગોમાં આસક્ત થનારને હસ્તાદિ છેદન અને સંસાર પરિભ્રમણનું ફળ તથા ઇન્દ્રિયભોગોમાં અનાસક્ત રહેનારને આ ભવમાં પૂજનીયપણાની પ્રાપ્તિ અને સંસાર અટવી પાર કરવી સરળ બને છે. તે કહ્યું છે. ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૫૭; – ૪ – » –– ૦ સુંસુમાનું દાંત : આ કથા શ્રમણ વિભાગમાં ચિલાતિપુત્રની કથામાં લખાઈ ગયેલ છે તેને ઉપાય જણાવતા ભગવંતે સાધુ-સાધ્વીને આહાર માત્ર સંયમ નિર્વાહાદિ માટે કરવાનો ઉપદેશ આપેલ છે. ઔદારિક શરીરાર્થે આહાર કરનારની દુર્ગતિ કહી છે. ૦ આગમ સંદર્ભ :
SR No.005013
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy