________________
૧૦૮
આગમ કથાનુયોગ-૬
તેનાભિયોગથી અજ્ઞાન કષ્ટ કરી શકેન્દ્રના વાહનરૂપ ઐરાવણ દેવ (હાથી) થયો. – ૪ - x – તેને જોઈને નાસતા ઐરાવણને તર્જના કરી શકએ મૂળરૂપે સ્થિર કર્યો.
૦ આગમ સંદર્ભ :સુય.૫ ૨૬૨; ઠા. ૯૭૪ + વૃ;
ભગ. ૭૨ આવા મૂ. ૬૩ની વૃ; આવપૂર-પૃ. ૨૭૬, ૨૭૭;
કલ્પ ૧૪ની વૃ – ૪ –– » –– ૦ ઘર્મરચિ તાપસની કથા :
(આ કથા પ્રત્યેકબુદ્ધ કથાનકોમાં આવે છે. પણ પૂર્વે તે પરિવ્રાજક/તાપસ હતા. તેના આ તાપસપણાનો કથાસાર અત્રે રજૂ કરેલ છે.)
વસંતપુર નગરે જિતશત્રુ રાજા – ૮ – ૮ – ધારિણી રાણી – ૮ – ૮ – ધર્મરુચિ પુત્ર હતો – ૪ – ૪ – ૪ – રાજા જિતશત્રુની સાથે ધર્મરુચિ યુવરાજે પણ તાપસ દીક્ષા અંગીકાર કરી – ૪ – ૮ – બંને તાપસપણે વિચારવા લાગ્યા. કોઈ વખતે અમાવાસ્યા આવી. તાપસના અધિપતિએ એવી ઉદઘોષણા કરી કે, આવતીકાલે અમાવાસ્યા છે. તેથી સર્વે તાપસોએ ફળફૂલ આદિનો જે કંઈ સંગ્રહ કરવો હોય તે આજે જ કરી લેવો. આવતીકાલે અમાવાસ્યા હોવાથી છેદન–ભેદન ન કરવું.
ધર્મરુચિ તાપસને મનોમન થયું કે, આ આચાર કેટલો સારો છે ? હંમેશા આવો આચાર પાળવાનો હોય તો કેવું સુંદર ? – ૪ – ૪ – સાધુ ભગવંતોને જોઈને ધર્મચિએ પૂછયું કે, શું તમારે પણ આજે અનાકુટ્ટિ છે ? – ૪ – ૪ – સાધુએ કહ્યું, અમારે થાવજીવન અનાકુટ્ટિ વર્તે છે – ૪ – ૪ – ધર્મરુચિ આ વાત પૂર્વે ક્યાંક શ્રવણ કરી છે તેમ લાગ્યું – ૪ – ૪ – જાતિસ્મરણ જ્ઞાન થયું – ૮ – ૮ – પૂર્વે સર્વ સાવધનો ત્યાગ કર્યાનું યાદ આવ્યું – ૮ – ૮ – પ્રત્યેકબુદ્ધ થઈ ગયા.
૦ આગમ સંદર્ભ :આયા. ૪ની વૃ; આવનિ ૮૭૭ + 4
આવ.યૂ.૧–પૃ. ૪૯૮; આવનિ ૮૭૬ની વ
– ૪ –– » –– ૦ શિવ તાપસની કથા :
(આ કથા શિવરાજર્ષિની કથામાં વિસ્તારથી આવી ગયેલી છે. અહીં માત્ર તેના તાપસપણાનો કથાસાર આપેલ છે. કથા જુઓ “શિવરાજર્ષિ')
તે કાળે, તે સમયે હસ્તિનાપુર નગરમાં શિવ નામે રાજા હતો – ૪ – ૪ – ૪ – તેણે કોઈ દિવસે – ૮ – ૮ – દિશાપોષિક પ્રવજ્યા અંગીકાર કરવા વિચાર્યું. લોઢી, લોકડાહ, કડછા, તાંબાના તાપસના ઉપકરણો લઈને ગંગાના કિનારે રહેતા વાનપ્રસ્થ તાપસો – ૪ – ૪ – પાસે મુંડિત થઈને દિશપ્રોસિક પ્રવજ્યા અંગીકાર કરી. પછી અભિગ્રહ કર્યો કે, મારે જીવનપર્યત છઠ ભક્ત તપ કરવો. નિત્ય આતાપના લેવી.
પ્રથમ છઠના પારણે આતાપના ભૂમિથી નીચે ઉતર્યો. વલ્કલ વસ્ત્ર પહેર્યા – ૪ – – કાવડ લીધી – ૮ – પૂર્વ દિશાને પ્રોક્ષિત કરી – ૮ – ૮ – ત્યાં વિદ્યમાન કંદ,