________________
ચક્રવર્તી – સનકુમાર કથા
૯૫
મુખેથી નીકળેલ વચનો તેના સાંભળવામાં આવ્યા, “કુરુવંશમાં અવતંભરૂપ, અશ્વસેન રાજાના આત્મન સનસ્કુમાર ! સૌભાગ્યને જિતનાર ! તમે ઘણું જીવો. આ પ્રમાણે સાંભળતા તેની આંખોમાંથી અશ્રુનો ધોધ છૂટ્યો.
– તે જઈને મિત્રના પગમાં પડી ગયો. સનસ્કુમારે પણ ઊભા થઈને તેને આદરપૂર્વક લાવ્યા. તેને ગળે લગાડીને હર્ષના અશ્રુથી નવડાવી દીધો. તે બંને આ ઓચિંતા મિલનથી ખૂબ જ વિસ્મય પામ્યા. પછી પોતાના હર્ષાશ્રુ લુંછીને સનસ્કુમારે અમૃત જેવી વાણી વડે મહેન્દ્રસિંહને પૂછયું, હે મિત્ર! અહીં શી રીતે આવ્યા ? એકલા કેમ છો? હું અહીં છું તે શી રીતે જાણ્યું ? આટલો વખત જ્યાં નિગમૈને કર્યો ? મારો વિયોગ થતાં પિતાજીએ પ્રાણ કઈ રીતે ધારણ કર્યા ? માતા–પિતાએ આવા દુર્ગમ પ્રદેશમાં તમને એકલા કઈ રીતે મોકલ્યા ? ત્યારે મહેન્દ્રસિંહે ગદ્ગદ્ વાણીથી પોતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. તેની વાત ધીરજથી સાંભળીને સનસ્કુમારે વિદ્યાધરોની રમણીઓ પાસે તેને ખાન અને ભોજનાદિ કરાવ્યા.
ત્યારપછી મહેન્દ્રસિંહે વિનયથી અંજલિ જોડીને પૂછયું કે, હે પ્રિય મિત્ર ! પછી તે અશ્વ તમને કેટલે સુધી લઈ ગયેલો તે વૃત્તાંત મને જણાવો. ત્યારે સનસ્કુમારે વિશુદ્ધ બુદ્ધિથી વિચાર્યું કે, હું મારું જ વૃત્તાંત સ્વમુખે શી રીતે કહું? મારા પ્રિય મિત્રને આ વાત બીજા કોઈ કરે તેવું કરું. આ પ્રમાણે વિચારી પોતાની બાજુમાં રહેલ બકુલમતિ નામની પ્રિયાને જણાવ્યું કે, વિદ્યાથી મારો વૃત્તાંત જાણનારી હે પ્રિયા ! મારા મિત્રને તું સર્વ વૃતાંત જણાવ. મને નિદ્રા આવે છે. એ પ્રમાણે કહીને સનસ્કુમાર સુવા માટે ચાલ્યો ગયો.
ત્યારે બકુલમતિએ મહેન્દ્રસિંહને કહ્યું કે, તે અશ્વ કુમારનું હરણ કરીને અટવીમાં લઈ ગયો. બીજે દિવસે પણ તે અશ્વ વેગથી ચાલવા લાગ્યો. મધ્યાહ્નકાળ થયો ત્યારે ભૂખ-તરસથી પીડાયેલો તે અશ્વ જીભ કાઢીને ઊભો રહ્યો. તે અશ્વનો કંઠ શ્વાસથી પૂરાઈ ગયો હતો. તે સ્તબ્ધ થઈ ગયેલો ત્યારે આર્યપુત્ર ! તેના પરથી ઉતરી ગયા. ઘોડા પરથી પલાણ લગામ વગેરે ઉતારી લીધા. પછી ઘોડો પડી ગયો અને તત્કાળ તેના પ્રાણ ચાલ્યા ગયા. તમારા મિત્ર તૃષાતુર થઈ જળને શોધતા આમતેમ ભમવા લાગ્યા. તો પણ ક્યાંય તેને પાણી મળ્યું નહીં. તેઓ તૃષાથી આક્રાંત અને અત્યંત શ્રમિત થઈ ગયા. અટવીના દાવાનળના દાહથી તે ઘણાં વ્યાકુળ થઈ ગયેલા. તેથી નજીકમાં રહેલા સપ્તપર્ણના વૃક્ષની નીચે બેઠા તેવા જ આંખ મીંચીને પૃથ્વી પર પડી ગયા.
તે વખતે પુણ્યયોગે તે વનનો અધિષ્ઠાયક યક્ષ આવ્યો. તેણે શીતળ જળ વડે કુમારના સર્વ અંગને સિંચિત્ કર્યું. તેનાથી સંજ્ઞા પ્રાપ્ત થતા યક્ષે આપેલ પાણી પીધું. પછી કુમારે પૂછયું કે, તમો કોણ છો ? આ જળ કયાંથી લાવ્યા? યક્ષે કહ્યું કે, હું અહીં વસતો યક્ષ છું અને આ જળ તમારા માટે માનસ સરોવરમાંથી લાવ્યો છું. પછી આપના મિત્રે કહ્યું, મારા શરીરમાં ઘણો સંતાપ છે, જે માનસ સરોવરમાં સ્નાન કર્યા વિના શાંત નહીં થાય. ત્યારે યક્ષરાજે કહ્યું કે, તમારી એ ઇચ્છા હું પૂર્ણ કરીશ. પછી સંપુટમાં બેસાડીને તેને માનસરોવર લઈ ગયો. તમે અહીં સ્નાન કરીને તમારા પરિશ્રમને દૂર કરો.
તે વખતે પૂર્વજન્મનો શત્રુ અસિતાક્ષ નામે યક્ષ જલ્દીથી ત્યાં આવ્યો. ક્રોધથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org