________________
૮૪
આગમ કથાનુયોગ-૨
પ્રતિરૂપ દેવ ંદક છે. તે દેવછંદક ઉપર શૈલેષી ધ્યાનમાં વર્તતી હોય તેવી, દરેક પ્રભુના દેહમાન અને વર્ણ પ્રમાણેની, જાણે ભગવંત પોતે જ સાક્ષાત્ બિરાજેલા હોય તેવી ઋષભ, વર્ધમાન એ ચોવીશે તીર્થંકરોની પ્રત્યેકની એક–એક પ્રતિમા કરાવી
-
અજિત – યાવત્ ભરતે ત્યાં બિરાજમાન કરી, તે પ્રતિમાનું વર્ણન આ પ્રમાણે જાણવું–
હતા
તેમાં સોળ પ્રતિમા સુવર્ણની, બે શ્યામ રત્નની, બે સ્ફટિક રત્નની (ઉજ્જ્વળ), બે વૈડૂર્ય મણીની (નીલ), બે રક્ત મણિની હતી, તે પ્રતિમાના વિભિન્ન અંગો આવા પ્રકારે તેના નખ અંક રત્નના હતા, મસ્તકનો અંત ભાગ લોહિતાક્ષ રત્નનો, હાથ–પગના તળિયા તપનીય સુવર્ણના, પગ, જંઘા, જાનૂ, ઉરુ, ગાત્રલષ્ઠી એ સર્વે કનકમય હતા. રોમરાજી રિષ્ઠરત્નમય હતી. નાભિ, ડીંટડી, શ્રીવત્સ એ તપનીય સુવર્ણના હતા. બાહા અને ગ્રીવા કનકમય હતા. મસ્તકના કેશ, આંખની પાપણ અને ભ્રમર રિષ્ટ રત્નમય હતા. હોઠ પ્રવાલ રત્નના હતા. દંતપંક્તિ સ્ફટિકમય હતી. જીભ અને તાળવુ તપનીય સુવર્ણના હતા. નાક કનકમય હતું. આંખો અંકરત્નની હતી. તેના ખૂણા લોહિતાક્ષરત્નના હતા. આંખની કીકીઓ રિષ્ટરત્નમય હતી, કાન, કપાળ, ગાલ કનકમય હતા, શીર્ષઘડી વજ્રરત્નમય હતી, ઇત્યાદિ.
તે પ્રત્યેક જિનપ્રતિમાની પાછળ એક—એક છત્રધર પ્રતિમા હતી, તે પ્રતિમાઓએ હિમ, રજત, કુંદ, ચંદ્રની આભાવાળા, કુરંટક પુષ્પની માળાયુક્ત, મણિ, મોતી, શીલ, પ્રવાલ, સ્ફટિક રત્નમય દંડયુક્ત શ્વેત છત્રને ધારણ કરીને ઉભેલી હતી. તે જિનપ્રતિમાની બંને બાજુ બે—બે ચામરધારી પ્રતિમાઓ હતી, તે ચંદ્રપ્રભ, વજ્ર, વેરુલિય–વિવિધ પ્રકારના મણિ અને રત્નથી ખચિત મનોહર દંડવાળા, સૂક્ષ્મ, રજતમય, લાંબા વાળથી યુક્ત, શંખ, કુંદ, દગરય, પાણીના ફીણ આદિ જેવા શ્વેત ચપળ ચામર ગ્રહણ કરીને પ્રતિમાને ચામર વિંઝતી હોય તે રીતે ઉભેલી હતી. તે જિનપ્રતિમાઓની આગળ બે—બે નાગપ્રતિમા, બે— બે યક્ષપ્રતિમા, બે—બે ભૂતપ્રતિમા અને બે-બે કુંડધાર પ્રતિમાઓ અંજલિ જોડી, મસ્તકને કિંચિત્ નમાવીને રહેલી હતી અને તે સર્વરત્નમય અર્થાત્ રત્નની બનેલી હતી.
તે દેવછંદક ઉપર ઉત્તમ રત્નના ઉજ્જ્વળ – ચોવીશ ઘંટ, ચોવીશ ચંદન કળશ, એ જ રીતે ચોવીશ—ચોવીશ ભૃગાંર, આદર્શ, થાળા, પાતી, સુપ્રતિષ્ઠક, મનોગુલિકા, વાતકરક, રત્નકરંડક, હયકંઠ, ગજકંઠ, નરકંઠ યાવત્ વૃષભકંઠ હતા. પુષ્પગંગેરી અને માલ્ય, ચૂર્ણ, ગંધ, વસ્ત્ર તથા આભરણ ચંગેરીઓ હતી. ચોવીશ પુષ્પ પટલ - - યાવત્ - ચોવીશ આભરણપટલ, ચોવીશ લોમહસ્તકપટલક હતા. ચોવીશ—ચોવીશ સિંહાસન, છત્ર, ચામર, તેલ સમુદ્ગક યાવત્ – ધૂપકડુચ્છક હતા. તે ચૈત્ય ઉપર આઠઆઠ મંગલોનો રચના કરેલી હતી.
તે ચૈત્ય સેંકડો સ્તંભો ઉપર રચાયું હતું. ઉત્તમ તોરણ, શાલભંજિકા–પુતળીઓ આદિથી તે સ્તંભોયુક્ત હતા. સ્તંભો સુશ્લિષ્ટ, વિશિષ્ટ, લષ્ટ, સંસ્થિત, પ્રશસ્ત, વૈસૂર્યમણિના બનેલા હતા. તે ચૈત્યનો ભૂમિભાગ વિવિધ પ્રકારના મણિસુવર્ણાદિથી ખચિત, ઉજ્જ્વળ, બહુસમ અને સુવિભકત હતો. તે ચૈત્યમાં ઇહામૃગ, વૃષભ, તુરંગ, નર, મગર, વિહગ, બાલ, કિન્નર, રુરુ, સરભ, ચમર, કુંજર, વનલતા, પદ્મલતા આદિના ચિત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org