________________
આગમ કથાનુયોગ-૨
ગંધર્વ, કાશવક, માલાકાર, કચ્છકાર, તંબોલિક, ચર્મકાર, યંત્રપીલક, ગંછિય, છિપા, કાંસ્યકાર, સીવક, ગુઆર, ભિન્ન અને ધીવર. ત્યાર પછી અનુક્રમથી ચોર્યાશી લાખ ઘોડાની શ્રેણી, ચોર્યાશી લાખ હાથીની શ્રેણી, ચોર્યાશી લાખ રથ, છન્નુ કરોડનું પાયદળ (મનુષ્યો) આગળ ચાલ્યા, ત્યાર પછી અનેક રાજા, ઈશ્વર, તલવર – યાવત્ – સાર્થવાહ વગેરે અનુક્રમે આગળ ચાલ્યા.
૭૦
ત્યારપછી ઘણાં તલવારધારી, લાઠીધારી, કુંતધારી, ધનુર્ધારી, ચામરધારી, પાશધારી, ફલકધારી, પરશુધારી, પુસ્તકધારી, વીણાધારી, કૂપધારી, હડફપાનદાનીધારી, દીપિકાધારી, પોતપોતાના રૂપોથી, વેશથી, ચિન્હથી, પોતપોતાના કાર્ય માટે નિયુક્ત, પોતપોતાના વસ્ત્રો ધારણ કરી અનુક્રમે આગળ ચાલ્યા. ત્યાર પછી ઘણાં દંડી, મુંડી, શિખંડી, શિખાધારી, પીછાધારી, વિદૂષક, જુગારી, દવકારી, ચાટુકારક, કંદપ્પિક, કૌકુત્યિક, મૌખરિક આદિ ગાતા, વગાડતા, ખેલકૂદ કરતા, નાચતા, હસતા, રમતા, કીલકીલ કરતા અનુક્રમે આગળ ચાલ્યા.
તથા શીખ દેવાવાળા, ભૂત, વર્તમાન, ભાવિ કથન કરનારા, શુભ વયન બોલનારા, કોલાહલ કરનારા, શોભતા, શોભાવતા, અવલોકન કરતા, જય-જયકાર કરતા અનુક્રમથી આગળ ચાલ્યા. આ બધું વર્ણન ઉવવાઈ સૂત્રમાં રાજા કોણિકની વંદનયાત્રા અનુસાર જાણવું – યાવત્ – તે રાજાની આગળ—આગળ મહાન્ અશ્વો, અશ્વધર ચાલવા લાગ્યા. બંને બાજુમાં મોટામોટા હાથી, તેના મહાવત, તેની પાછળ રથ, રથોનો સમૂહ (આદિ) અનુક્રમથી ચાલ્યા.
ત્યારપછી ભરતક્ષેત્રાધિપતિ, નરેન્દ્ર, હાર વડે વ્યાસ, સુશોભિત અને પ્રીતિકર વક્ષઃસ્થલવાળા, અમરપતિ તુલ્ય સુપ્રશસ્ત સમૃદ્ધિવાન્, વિશ્રુત કીર્તિ, સમુદ્રની ગર્જનાવત્ સિંહનાદ કરતો, સર્વ પ્રકારની ઋદ્ધિ તથા દ્યુતિ સમન્વિત, ભેરી, ઝાલર, મૃદંગ આદિ અન્ય વાદ્યોના ધ્વનિ સાથે, હજારો ગામ, આકર, નગર, ખેડ, કર્બટ, મંડબ યુક્ત પૃથ્વીને જીતતો ઉત્તમ શ્રેષ્ઠ રત્ન ભેટ સ્વરૂપે પ્રાપ્ત કરતો, દિવ્ય ચક્રરત્નને અનુસરતો, એક-એક યોજનના અંતરે પડાવ નાંખતો અને રોકાતો એવો ભરત રાજા જ્યાં વિનીતા રાજધાની હતી ત્યાં આવ્યો. રાજધાનીથી થોડે અંતરે બાર યોજન લાંબો અને નવ યોજન પહોળો સ્કંધાવાર નિવેશ કર્યો અર્થાત્ સસૈન્ય પડાવ નાંખ્યો. પછી વર્કીરત્નને બોલાવ્યો. બોલાવીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. કરીને વિનીતા રાજધાની નિમિત્તે યાવત્ અઠ્ઠમ તપ ગ્રહણ કર્યો. કરીને – યાવત્ – અટ્ઠમ તપ સાથે પ્રતિ જાગૃત રહીને સાવધાન રહીને જાગતા—જાગતા આરાધના કરે છે.
-
-
અઠ્ઠમભક્ત તપ આરાધના સંપન્ન થયા બાદ તે ભરતરાજા પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. નીકળીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આભિષેક્સ હસ્તિરત્ન તૈયાર કરવો, સ્નાન કરવું આદિ વર્ણન પૂર્વવત્ જાણવું. આગળનું વર્ણન વિનીતા રાજધાનીથી વિજયહેતુ પ્રસ્થાન સમાન છે. વિશેષ એટલું કે, વિનીતા રાજધાનીમાં પ્રવેશ કરવાના અવસરે નવ મહાનિધીઓ તથા ચાર સેનાઓએ રાજધાનીમાં પ્રવેશ કર્યો નહીં. રાજા ભરતે અંજનગિરિના શિખર સમાન ગજપતિ પર આરૂઢ થઈને પ્રવેશ કર્યો. શેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org