________________
ચક્રવર્તી – ભરત કથા
૬૯
ગંગાસાગર અને પર્વતની મર્યાદા સુધીના સમ–વિષમ નિષ્ફટોને અધીન કરો. અધીન કરીને અહીં આવી, મને આજ્ઞાપાલન થયાની સૂચના આપો. ત્યાર પછી તે સુષેણ સેનાપતિએ તે પ્રમાણે કર્યું, આદિ વર્ણન પૂર્વવત્ અહીં પણ સમજી લેવું – યાવત્ – તે ક્ષેત્રોને અધીન કરીને આજ્ઞા અનુસાર કાર્ય થયાની સૂચના આપી - યાવત્ – ભરતરાજાએ તેને વિદાય આપી – યાવતુ – તે ભોગોપભોગ ભોગવતો વિચરે છે. ૦ વિનિતા રાજધાની પ્રતિગમન :
ત્યારપછી અન્ય કોઈ દિવસે તે દિવ્ય ચક્રરત્ન આયુધઘરશાળાથી બહાર નીકળ્યું. નીકળીને આકાશમાં ઊંચે સ્થિત થઈને અને ૧૦૦૦ યક્ષોથી સંપરિવૃત્ત દિવ્યવાદ્યોના નાદ સાથે – યાવતું – આકાશને ગુંજાવતા વિજયરૂંધાવાર નિવેશની વચ્ચોવચ્ચથી નીકળે છે. નીકળીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં વિનીતા રાજધાની તરફ જનારા માર્ગ પર ચાલ્યા. ત્યાર પછી તે ભરતરાજા – યાવત્ – તે ચક્રરત્નને જતું જુએ છે. જોઈને હર્ષિત–સંતુષ્ટ થયો – યાવત્ – કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી આભિષેક્ય હસ્તિરત્નને તૈયાર કરો – યાવત્ – આજ્ઞાપૂર્તિની સૂચના આપે છે.
ત્યારપછી રાજ્યને અર્જિત કરનાર, શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, સમસ્ત રત્નોમાં પ્રધાન એવું ચક્રરત્ન જેને ત્યાં ઉત્પન્ન થયેલ છે, નવનિધિઓનો સ્વામી, સમૃદ્ધ કોશ–ખજાના યુક્ત, જેનું ૩૨,૦૦૦ રાજા અનુગમન કરે છે, જેણે ૬૦,૦૦૦ વર્ષોમાં ભરત વર્ષhત્રને પોતાને અધીન કરેલું છે, એવો તે ભરતરાજા કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી અભિષેક્ય હસ્તિરત્ન, ઘોડા, હાથી, રથ વગેરે પૂર્વે કરેલા વર્ણન અનુસાર અહીં પણ સમજી લેવું – યાવત્ – અંજનગિરિના શિખર સમાન ગજપતિ ઉપર તે નરપતિ–રાજાભરત આરૂઢ થયો.
- જ્યારે ભરતરાજા આભિષેક્ય હસ્તિરત્ન પર આરૂઢ થયો. ત્યારે આઠ–આઠ મંગલ તેની આગળ ચાલ્યા. તે આ પ્રમાણે – સ્વસ્તિક, શ્રીવત્સ – યાવત્ – દર્પણ.
ત્યાર પછી પૂર્ણકલશ, ભંગાર, દિવ્યત્ર અને પતાકા – યાવત્ – ચાલ્યા. ત્યાર પછી વૈડૂર્યરત્નનો ચમકતો વિમલદંડ – યાવત્ – અનુક્રમે ચાલ્યો. ત્યાર પછી સાત એકેન્દ્રિય રત્નો અનુક્રમે આગળ ચાલ્યા. તે આ પ્રમાણે :- ૧. ચક્રરત્ન, ૨. છત્રરત્ન, 3. ચામરરત્ન, ૪. દંડરન, ૫. અસિરત્ન, ૬. મણિરત્ન અને ૭. કાકણીરત્ન.
ત્યારપછી અનુક્રમે નવ મહાનિધિ આગળ ચાલી. તે આ પ્રમાણે – નૈસર્પ, પાંડુક - યાવત્ – શંખ. ત્યાર પછી અનુક્રમથી ૧૬,૦૦૦ દેવો આગળ ચાલ્યા. ત્યાર પછી અનુક્રમથી ૩૨,૦૦૦ રાજા આગળ ચાલ્યા. ત્યાર પછી સેનાપતિ રત્ન આગળ ચાલ્યો. આ પ્રમાણે અનુક્રમથી ગૃહપતિરત્ન, વર્ધકીરત્ન અને પુરોહિતરત્ન આગળ ચાલ્યા. ત્યાર પછી સ્ત્રીરત્ન સુભદ્રા આગળ ચાલી. ત્યાર પછી ૩૨,૦૦૦ કલ્યાણિકા આગળ ચાલી. ત્યાર પછી અનુક્રમથી ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા આગળ ચાલી, ત્યાર પછી બત્રીશ–બત્રીશના સમૂહવાળી એક એવી ૩૨,૦૦૦ નાટક મંડળી અનુક્રમે આગળ ચાલી.
ત્યારપછી ૩૬૦ સૂત અનુક્રમથી આગળ ચાલ્યા. ત્યાર પછી, અનુક્રમે અઢાર શ્રેણિ—પ્રશ્રેણિજનો આગળ ચાલ્યા. તે આ પ્રમાણે – કુંભાર, વણકર, સોની, સૂપકાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org