________________
૫૦.
આગમ કથાનુયોગ-૨
ઇન્દ્રગોપક, બિંબફળ, શિલપ્રવાલ તથા ઉગતા સૂર્ય સમાન લાલ હતી.
તે રથ ઉપર સર્વ ઋતુઓમાં વિકસતા પુષ્પોની માળા લટકતી હતી. ઉન્નર શ્વેત ધ્વજ ફરકતો હતો. તેનો ઘોષ ગંભીર હતો. શત્રુના હૃદયને કંપાવનાર હતો. તે રથ પૃથ્વીવિજય લાભ નામે પ્રસિદ્ધ હતો. લોકમાં તેનો યશ ફેલાયેલો હતો. બધાં અવયવોથી યુક્ત હતો. ચાર ઘંટાઓ જોડાયેલી હતી. એવા રથ પર પ્રાત:કાળે તે શોભાસંપન્ન રાજા ભરત પૌષધ પારીને આરૂઢ થયો. પછીનું સર્વકથન પૂર્વ ઉલિખિત વર્ણન અનુસાર જાણવું.
ત્યારે તે ભરત રાજા ચતુર્ઘટ અશ્વરથ પર આરૂઢ થઈને વરદામ તીર્થથી દક્ષિણ દિશાવર્તી લવણસમુદ્રમાં ઉતર્યો – યાવત્ – તે ઉત્તમ રથ પૂરી પર્યત ભીંજાઈ ગયો – થાવત્ – પ્રીતિદાન ગ્રહણ કર્યું. વિશેષ એ કે, ચૂડામણિ, વક્ષસ્થળ પર પહેરવાનું દિવ્ય આભૂષણ, કંદોરો, કડા, ત્રુટિત – યાવત્ – દક્ષિણ દિશાનો અંતપાલ – યાવત્ – આઠ દિવસનો મહોત્સવ કરે છે. કરીને આજ્ઞાનુસાર કાર્ય સંપન્ન થયાની સૂચના આપે છે. ૦ પ્રભાસ તીર્થે વિજય :
વરદામતીર્થકુમાર દેવના ઉપલક્ષમાં થયેલ આઠ દિવસીય મહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્ય ચક્રરત્ન આયુધગૃહશાળામાંથી બહાર નીકળ્યું. નીકળીને આકાશમાં અધર સ્થિત થયું – યાવત્ – આકાશ મંડલને ગુંજાયમાન કરતું વાયવ્ય દિશામાં અવસ્થિત પ્રભાસ તીર્થ તરફ ચાલવા લાગ્યું. ત્યારે તે ભરતરાજા તે દિવ્યચક્રરત્નનું અનુગમન કરતા – યાવત્ – વાયવ્ય ખૂણા તરફ ચાલવા લાગ્યા ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ સમજી લેવું – થાવત્ – તે વાયવ્ય ખૂણા તરફ ચાલતો પ્રભાસ તીર્થથી લવણ સમુદ્રમાં પ્રવેશ કરે છે. કરીને – યાવત્ – તેના ઉત્તમ રથની ધૂરી ભીંજાઈ ગઈ – યાવત્ – પ્રીતિદાનનો સ્વીકાર કર્યો. વિશેષ એ કે માળા, મુગટ, મુક્તાવિશેષ રાશિ, સુવર્ણરાશિ, કડા, ત્રુટિત આભરણ, નામાંકિત બાણ અને પ્રભાસતીર્થના જળને ગ્રહણ કર્યું. કરીને – યાવત્ – પ્રભાસતીર્થ સુધીના પશ્ચિમ દિશાવર્તી ક્ષેત્ર પર વિજય પ્રાપ્ત કર્યો. તેથી આ પ્રભાસ તીર્થ મર્યાદાથી હું પણ આપ દેવાનુપ્રિયનો દેશવાસી બની ગયો – યાવત્ – પશ્ચિમ દિશાનો અંતપાલ થઈ ગયો છું. શેષકથન પૂર્વવત્ યાવત્ આઠદિવસીય મહોત્સવ સંપન્ન થયો. ૦ સિંધુદેવીએ કરેલ સન્માન :
પ્રભાસતીર્થકુમાર દેવના સન્માનાર્થે કરાયેલ અષ્ટાલિકા મહામહોત્સવ સંપન્ન થયા પછી તે દિવ્ય ચક્રરત્ન આયુધશાળાથી બહાર નીકળ્યું. નીકળીને – યાવતુ – પોતાના નિનાદથી આકાશમંડલને વ્યાપ્ત કરતું સિંધુ મહાનદીના દક્ષિણ કિનારે થઈને પૂર્વ દિશા તરફ સિંધુદેવીના ભવન તરફ ચાલ્યું. ત્યારે તે રાજા ભરત તે દિવ્યચક્રરત્નને દક્ષિણ કૂળથી થઈ પૂર્વ દિશામાં રહેલ સિંધુદેવીના ભવન તરફ જતું જુએ છે. જોઈને મનમાં હર્ષિત, સંતુષ્ટ, આનંદિત થાય છે, ઇત્યાદિ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું – વાવ – જે તરફ સિંધુદેવીનું ભવન છે ત્યાં આવે છે. આવીને સિંધુદેવીના ભવનથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં એવા સ્થળે બાર યોજન લાંબો, નવ યોજન પહોળો શ્રેષ્ઠ નગર જેવો પડાવ નાંખે છે – યાવત્ – સિંધુદેવી નિમિત્તે અઠમ તપ સ્વીકાર કરે છે. કરીને પૌષધશાળામાં પૌષધવ્રતધારી માફક બ્રહ્મચારી – યાવત્ – દર્ભના આસને બેસીને અઠમભક્ત યુક્ત તે રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org