SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તી ચરિત્ર–ભૂમિકા ખંડ–૧–ઉત્તમ પુરુષ ચરિત્ર અધ્યયન–૨–ચક્રવર્તી ચરિત્ર ભૂમિકા-ચક્રવર્તી : આ પૃથ્વી પરના રાજાધિરાજ કહેવાય છે. પૃથ્વીના ચાર છેડા (ત્રણ તરફ સમુદ્ર અને ચોથી તરફ વર્ષધર પર્વત)ના અંતને સાધનાર અર્થાત્ એટલી વિશાળ પૃથ્વીનો મહારાજા હોય છે. તે તેના વર્ષક્ષેત્રની છ ખંડ પૃથ્વીનો દિગ્વીજય કરે છે. તે ચૌદ રત્ન (સાત એકેન્દ્રિય અને સાત પંચેન્દ્રિય રત્નો) અને નવ નિધિનો સ્વામી હોય છે. ચક્રરત્ન તેનું મુખ્ય આયુધ હોય છે. તેને નરદેવ પણ કહે છે. ૩૨,૦૦૦ રાજાઓનો તે અધિપતિ રાજા હોય છે. ભરતક્ષેત્રને આશ્રીને ચક્રવર્તીની રાજ્યસત્તાનો વિચાર કરીએ તો ત્રણ તરફ લવણસમુદ્ર અને ચોથી તરફ હિમવંતપર્વત પર્યન્તની એક છત્ર છ ખંડ પથ્વી પર તેનું શાસન હોય છે. તેને હાથી, ઘોડા, રથ અને પાયદળની ચતુરંગીણી સેના હોય છે. તેને ૬૪,૦૦૦ રાણીઓ હોય છે. તીર્થંકરની માતાની માફક ચક્રવર્તીની માતા પણ ચક્રવર્તી જ્યારે ગર્ભમાં આવે ત્યારે ચૌદ સ્વપ્નોને જોઈને જાગે છે. ચક્રવર્તી ક્યારેય નિમ્નકુળમાં જન્મતા નથી. તેનો જન્મ હંમેશા ઉગ્રકુળ, રાજકુળ, ક્ષત્રિયકુળ આદિ ઉચ્ચકુળોમાં જ થાય છે. ચૌદે ચક્રી કાશ્યપ ગોત્રના હતા. ચક્રવર્તી દરેક રીતે તીર્થંકર કરતા અલ્પ ઋદ્ધિવાન્ અને વાસુદેવ કરતા બમણાં ઋદ્ધિમાન હોય છે. તેના શરીર પર ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણો હોય છે. જંબુદ્વીપમાં જઘન્યથી ચાર ચક્રવર્તી અને ઉત્કૃષ્ટથી ત્રીશ ચક્રવર્તીઓ હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી અઠ્ઠાવીસ ચક્રવર્તીઓ હોય છે. ભરત અને ઐરવતમાં બે ચક્રવર્તી થાય છે. પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં ભરત અને ઐરવતમાં બારબાર ચક્રવર્તીઓ થાય છે. તેમાંના અગિયાર ચક્રવર્તી દૂષમ–સુષમ આરામાં અને એક ચક્રવર્તી સુષમ–દૂષમ આરામાં થાય છે. ચક્રવર્તીને ચક્રધર અને ચક્રીના નામે પણ ઓળખવામાં આવે છે. આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં બાર ચક્રવર્તીઓ થયા. તે આ પ્રમાણે :૧. ભરત, ૨. સગર, ૩. મઘવા, ૪. સનત્કુમાર, ૫. શાંતિ, ૬. કુંથુ, ૭. અર, ૮. સુભૂમ, ૯. મહાપદ્મ, ૧૦. હરિષણ, ૧૧. જય અને ૧૨. બ્રહ્મદત્ત. (ઉક્ત વર્ણન ચક્રવર્તીનો સામાન્ય ખ્યાલ આપવા પૂરતું જ છે. તેની વિશેષ ઋદ્ધિ આદિ વર્ણન તેમની કથાઓમાં રજૂ કરેલ છે.) ૦ ચક્રવર્તી વિષયક સામાન્યમાહિતી સ્રોતના આગમ સંદર્ભ :– ૧. આયા.ચૂ.પૃ. ૧૫૫; ૨. સૂય.નિ.૯૫–પૃ. ૪. સમ. ૩૧, ૨૩૨, ૩૧૫ થી ૩૧૮ ૩૫ ૬. પટ્ટા. ૧૯ + q. ૭. જીવા. ૧૪૫; ૯. તું.. ૬૪; ૧૧. આવ.નિ. ૭૪, ૭૫, ૩૪૨, ૩૬૮, ૩૭૩-૩૭૫, ૩૯૪, ૪૨૧, ૫૭૦; Jain Education International ૩. ઠા.૮૯, ૬૫૭, ૭૪૫, ૮૧૫-૮૩૯; ૫. ભગ ૬૭૮, ૫૫૪ + ૧. ૮. જંબૂ. ૪૭, ૫૩, ૩૬૦ + ૧૦. નિસી.ભા. ૪૨૯૩ની ચૂ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy