________________
૩૨૬
આગમ કથાનુયોગ-૨
જોયા. જ્યારે તેઓ સ્વપ્નમાંથી જાગૃત થયા ત્યારે તેને એમ લાગ્યું કે, આવો સુવર્ણ પર્વત પૂર્વે મેં ક્યાંક પણ જોયેલો છે. એ પ્રમાણે ઉહાપોહ કરતા નમિરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું.
જાતિસ્મરણ જ્ઞાનથી તેણે જાણ્યું કે, પૂર્વભવમાં તેણે ખૂબ જ સારી રીતે – સમ્યક્તયા ચારિત્ર ધર્મની પરિપાલના કરવાથી, તેઓ અનુપમ લક્ષ્મીવાળા પુષ્પોત્તર વિમાનમાં દેવતા થયેલા હતા. તે દેવના ભવે જિનેશ્વર ભગવંતના જન્મ કલ્યાણક અવસરે તે ત્યાં આવેલ હતા. તે વખતે આવો સુવર્ણમય મેરૂ પર્વત જોયેલો હતો.
આ પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાન થતાં જ તેને ચારિત્ર લેવાની ઉત્કટ ઇચ્છા થઈ. સ્વયં કેશનો લોચ કર્યો, દેવતાએ તેને સાધુવેષ આપ્યો અને પ્રત્યેક બુદ્ધ એવા નમિ રાજર્ષિ રાજ્યનો, રાણીઓનો, પરિવારનો, વૈભવનો, સંપત્તિનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. તેથી જ ઉત્તરાધ્યયન સૂત્રમાં નવમાં અધ્યયન “નમિ પ્રવજ્યા"માં અધ્યયનો આરંભ કરતાં જ સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે
દેવલોકથી આવીને નમિના જીવે મનુષ્ય લોકમાં જન્મ લીધો. તેનો મોહ ઉપશાંત થયો, ત્યારે નમિરાજાને પૂર્વજન્મનું સ્મરણ થયું. સ્મરણ કરીને અનુત્તર ધર્મમાં સ્વયં સંબુદ્ધ થયા. રાજ્યનો ભાર પોતાના પુત્રને સોંપીને નમિરાજાએ અભિનિષ્ક્રમણ કર્યું.
નમિરાજાએ શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને, દેવલોકના ભોગ સમાન સુંદર ભોગોને ભોગવીને એક દિવસ પ્રબુદ્ધ થયા અને તેઓએ ભોગોનો પરિત્યાગ કર્યો.
ભગવદ્ નેમિએ પોતાનું નગર અર્થાત્ સમગ્ર મિથિલા નગરીનું રાજ્ય અને જનપદસહિત પોતાની રાજધાની મિથિલાનો, સમગ્ર (અશ્વ, રથ, હાથી, પાયદળ સહિતની) સેનાનો, અંતઃપુરનો અને સમગ્ર પરિજનોનો ત્યાગ કરીને, તેઓને છોડી દઈને અભિનિષ્ક્રમણ કર્યું – પ્રવ્રજ્યા ગ્રહણ કરી અને એકાંતવાસી થઈ ગયા.
જે સમયે નમિરાજર્ષિ અભિનિષ્ક્રમણ કરીને પ્રવજિત થઈ રહ્યા હતા, તે સમયે મિથિલાનગરીમાં ઘણો જ કોલાહલ થયેલો હતો.
ઉત્તમ પ્રવજ્યા સ્થાનને માટે પ્રસ્તુત (નીકળેલા) એવા નમિરાજર્ષિને બ્રાહ્મણના રૂપમાં આવેલ દેવેન્દ્રએ કહ્યું કે, હે રાજર્ષિ ! આજે મિથિલા નગરીમાં, પ્રાસાદોમાં અને ઘરોમાં કોલાહલપૂર્ણ દારણ શબ્દો કેમ સંભળાઈ રહ્યા છે ?
દેવેન્દ્રના આ કથનને સાંભળીને અને હેતુ તથા કારણથી પ્રેરિત નિમિરાજર્ષિએ દેવેન્દ્રને કહ્યું કે, મિથિલા નગરીમાં એક ચૈત્યવૃક્ષ હતું. જે શીતળ છાયાવાળું, મનોરમ, પાંદડા–પુષ્પો અને ફળોથી યુક્ત હતું. એક વખત પ્રચંડ આંધી આવી, તે મનોરમ વૃક્ષ તુટી પડ્યું. તે વખતે વૃક્ષના તુટી પડવાથી દુઃખિત, આર્ત અને અશરણ પલીઓ ક્રન્દન–વિલાપ કરી રહ્યા હતા.
તે જ રીતે જે સ્વજનાદિ ક્રન્દન કરી રહ્યા છે, તે આ પક્ષીની માફક પોતપોતાનો આશરો જવાથી જ વિલાપ કરી રહ્યા છે. સ્વજન અને પરિજન પોતાની આહાર-વાર્તાને કારણે, પત્નીઓ પોતાના ભોગોપભોગ, ઘર, વૈભવ, સુખ આદિને માટે એ રીતે બધાં પોતાના કાર્યને (સ્વાર્થને) માટે જ વિલાપ કરી રહ્યા છે. પણ તેઓ એ વિચારતા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org