________________
પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા
૩૨૩
ત્યારપછી મણિરથ રાજા મદનરેખાને વશ કરવા માટે નિરંતર દાસી દ્વારા તેણીને પુષ્પ, તાંબુલ, વસ્ત્ર તથા અલંકાર વગેરે મોકલવા લાગ્યો. તેને આ જેઠની પ્રસાદી છે, એમ માની મદનરેખા ગ્રહણ કરવા લાગી. કોઈ વખતે મણિરથ રાજાના કહેવાથી દાસીએ મદનરેખા પાસે જઈને રાજાની ઇચ્છા જણાવી. તે સાંભળી મદનરેખા બોલી કે હે દાસી! સ્ત્રીઓને માટે શીલરૂપી જ મહાગુણ જગપ્રસિદ્ધ છે. તે શીલનો લોપ થાય તો પછી જીવ વિનાના શરીરની જેમ તે સ્ત્રીઓનો જન્મ વૃથા જ જાણવો. માટે તમારા પૃથ્વીપતિ આવું અયોગ્ય વચન મારા પ્રત્યે કહેવું તે યોગ્ય નથી. એમ કહીને દાસીને વિદાય કરી.
દાસીએ જઈને મણિરથ રાજાને એ જ પ્રમાણે બધી વાત કહી. તે સાંભળી રાગથી લુબ્ધ બનેલા રાજાએ વિચાર કર્યો કે, જો હું મારા નાનાભાઈ યુગબાહુને મારી નાંખીશ તો જ તેની પત્ની મદનરેખા મારે કન્જ આવશે. તે વિના મારું કાર્ય સિદ્ધ થશે નહીં. આ પ્રમાણે વિચારીને મણિરથ રાજા ભાઈની હત્યા કરવાનો ઉપાય શોધવા લાગ્યો.
એક વખત વસંતઋતુમાં ક્રીડા કરવા માટે યુગબાહુ પોતાની પ્રિયા મદનરેખાને લઈને ઉદ્યાનમાં ગયો. ત્યાં ચિરકાળ સુધી ક્રીડા કરીÁ રાત્રિએ પણ ત્યાંજ ઉદ્યાનમાં કદલીગૃહની અંદર પોતાની પ્રિયા સહિત સૂઈ ગયો, ત્યારે અવસર જોઈને રાજા મણિરથ ગુપ્ત રીતે ખડૂગ લઈને કદલિગૃહમાં પ્રવેશ્યો. ત્યાં તેણે યુવરાજ યુગબાહુને પ્રિયાસહિત નિદ્રાવશ થયેલો જોયો. એટલે તુરંત જ કુળમર્યાદાનું ઉલ્લંઘન કરી, યશ ધર્મ અને લજ્જાદિકનો પણ ત્યાગ કરી રાજાએ પગ વડે પોતાના ભાઈ એવા યુગબાહુનો શિરચ્છેદ કર્યો પછી રાજા પોતાના મહેલ તરફ ચાલ્યો.
જ્યારે મણિરથ રાજાએ પોતાના બંધુ પર ખગનો પ્રહાર કર્યો, તે જ વખતે મદનરેખા જાગૃત થઈ ગઈ હતી. તેણીએ જોયું કે, રાજાએ જ આ અકૃત્ય આચરણ કરેલું છે, એટલે તેણી મૌન રહી. રાજાના ગયા પછી પોતાના પતિના મૃત્યુનો સમય જાણી મદનરેખા વિલાપ કરવા લાગી, પછી ગદ્ગદ્ કંઠે બોલી, હે સ્વામી ! તમે જરા પણ વૃથા ખેદ કરશો નહીં. કેમકે પૂર્વે કરેલા કર્મોથી જ સર્વ પ્રાણીઓ અપરાધ કરે છે.
તેથી કરીને હે પ્રાણેશ ! તમે તમારા મનને સમાધિમાં રાખજો, જિનેશ્વર પરમાત્માનું શરણ કરો, મમતાનો ત્યાગ કરો, સર્વ પ્રાણીઓને વિશે મૈત્રીભાવને ધારણ કરો. ઇત્યાદિ પ્રકારે મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને સમાધિ જાળવવા માટેના ઇષ્ટ અને મિષ્ટ વચનો કહ્યા. તે વચનોથી યુગબાહનો કોપ શાંત થયો. સર્વ અપરાધ અને વેદનાને ભૂલી જઈને યુગબાપુએ પંચપરમેષ્ઠીના સ્મરણમાં પોતાના ચિત્તને સ્થિર કર્યું. એ રીતે યુગબાહુ સમાધિ મરણ પામીને પાંચમાં દેવલોકમાં દેવ થયા.
- ત્યાર પછી મદનરેખા પોતાના પતિના મોટાભાઈ એવા રાજા મણિરથની બદનિષ્ઠા જાણીને પોતાના શીલનું રક્ષણ કરવા માટે પોતાના યુવાન પુત્ર, ધન, રાજ્ય આદિ સર્વસ્વનો ત્યાગ કરીને, તેમજ પોતે ગર્ભવતી હોવા છતાં રાત્રિએ જ ત્યાંથી ચાલી નીકળી. ચાલતાં ચાલતાં તે એક મહાભયંકર અટવીમાં આવી પહોંચી. તે અટવીમાં જ સિંહ-વાઘ આદિના ભયંકર શબ્દોથી ત્રાસ પામેલી તે મહાસતીએ ત્યાંજ પુત્રને જન્મ આપ્યો. પછી તે બાળકને એક રત્નકંબલમાં વીંટી દઈ, પોતાના પતિના નામની મુદ્રિકા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org