SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેકબુદ્ધ-કરકંડુ કથા ૩૧૯ પહેરાવેલી તારા પિતાના નામવાળી મુદ્રિકા જો. કરકંડૂ તેથી શંકારહિત થઈ ગયો. ત્યાર પછી પદ્માવતી સાધ્વી ચંપાપુરીમાં રાજાને ત્યાં ગયા. દાસિઓ તેમને ઓળખીને પગે પડી ગઈ અને રૂદન કરવા લાગી. રાજા દધિવાહન પણ તે વાત સાંભળી તેમની પાસે આવ્યો. તેણીને વંદના કરી, આસન આપીને પૂછયું કે, તમને જે ગર્ભ હતો તેનું શું થયેલું ? સાધ્વીજીએ કહ્યું કે, જે આ નગરને ઘેરીને રહેલો છે તે જ તમારો પુત્ર છે, આનંદિત થયેલો રાજા પુત્રને મળવા ઉત્કંઠિત થયો. સામે મળવા ચાલ્યો. તેમને આવતા જોઈ કરકંડુ પણ પગે ચાલતો સન્મુખ ગયો અને પિતાના ચરણમાં નમ્યો. દધિવાહન રાજાએ તેને મળીને પોતાનું રાજ્ય સોંપીને પોતે દીક્ષા લીધી. ત્યાર પછી કરકંડુ રાજા ન્યાયપૂર્વક બંને રાજ્યોને ચલાવતો મહાશાસક થયો. તેને ગોકુળ ઘણો જ પ્રિય હતો. તેની પાસે અનેક ગોકુળો હતા. શરદઋતુમાં તેણે રૂપા જેવો અતિશ્વેત એક વાછરડો જોયો. જોઈને તેણે કહ્યું કે, આ વાછરડાની માતાને તમે દોહશો નહીં. કદાચ તેની માતા વૃદ્ધ થઈ જાય તો બીજી ગાયોનું દૂધ પણ આ વાછરડાને પીવડાવજો. તે સાંભળીને ગોપાલકે તે વાત સ્વીકારી, હંમેશાં તે પ્રમાણે કરવા લાગ્યા. તે વાછરડો અત્યંત કાંતિમાન્ ચંદ્રમા જેવો, અત્યંત પુષ્ટ અને સમર્થ વૃષભ થયો. રાજા તેને બીજા વૃષભો સાથે યુદ્ધ કરાવતો, પણ કોઈ વૃષભ તેને જીતી શકતો ન હતો. કેટલોક કાળ વીતી ગયા બાદ રાજાએ આવીને ગોકુળમાં જોયું તો એક મહાકાય એવા જીર્ણ (વૃદ્ધત્વ પામેલા) વૃષભને જોયો, નાના-નાના વાછરડા પણ તેને લાતોથી પ્રહાર કરી રહ્યા હતા. રાજાએ ગોપાલને પૂછયું કે, પેલો મહાવીર્યવાળો પુષ્ટ વૃષભ ક્યાં છે ? ગોપાલકે કહ્યું કે, તે જ આ વૃષભ છે. પણ તે વૃદ્ધાવસ્થાથી વ્યાપ્ત થયેલો છે. તે જોઈને કરકંડુ રાજા વિષાદ પામ્યો. રાજા અનિત્યતા ભાવના ચિંતવવા લાગ્યો. અહો ! સર્વ પદાર્થ અનિત્ય છે. પ્રત્યંચાના ટંકાર શબ્દથી જેમ પક્ષીઓ ઉડી જાય, તેમ જેના ભાંભરવાથી બળવાન્ વૃષભો પણ નાસી જતા હતા, તે આજે નાના વાછરડાની લાતો સહન કરી રહ્યો છે જેનું સ્વરૂપ જોઈને ચંદ્રના દર્શનની પણ ઇચ્છા થતી ન હતી, તે આજે તેની સામે જોવાથી મળ-મૂત્રને જોતાં હોય તેમ જુગુપ્સા કરે છે. તેથી આ પરાક્રમ, આ વય, આ રૂપ, આ રાજ્ય, આ વૈભવ વગેરે સર્વે ધ્વજાની જેવા ચંચળ છે એમ પ્રત્યક્ષ ભાસ થાય છે. તેમ છતાં પણ માણસો અજ્ઞાનને લીધે તે વાત સમજતા નથી. પરંતુ હું તો આત્મતત્વને પ્રાપ્ત કરનાર સ્વભાવધર્માનુયાયી ધર્મનું સેવન કરું અને મારા જન્મને સફળ કરું, એ પ્રમાણે વિચારી, પોતે જ પોતાના હાથ વડે કેશનો લોચ કરીને દેવતાએ આપેલ મુનિવેષને ધારણ કરી, આત્મધર્મમાં રાગી થયેલ તે પ્રત્યેક બુદ્ધ કરકંડૂ મુનિ પૃથ્વી પર વિચારવા લાગ્યા. આ રીતે વૃષભનું નિમિત્ત પામીને કરકંડૂને બોધિ (જ્ઞાનપ્રકાશ) પ્રાપ્ત થતા સંવેગ જખ્યો જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે પ્રત્યેક બુદ્ધ થયા. ૦ આગમ સંદર્ભ :ઠા પ૧ની વૃ: પન્ન ૧ની વૃ; નિસી.ભા. ૧૫૫૭ ની ચું, આવ યૂ. ૧–પૃ.૭૬; ૨- ૨૦૪ થી ૨૦૭; આવ.ભા. ૨૦૫ની વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy