SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ આગમ કથાનુયોગ-૨ લાખો વખત મરી–મરીને વારંવાર ત્યાંજ ઉત્પન્ન થતો રહેશે. તે બધાં જ ભવોમાં સર્વત્ર શસ્ત્રો દ્વારા વધ પામશે, તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે અને તે દાડથી પીડિત થઈને કાળના સમયે કાળ કરીને જે ભુજ પરિસર્પોના ભેદ છે – જેમકે, ગોહ, નકુલ ઇત્યાદિ. તે બધાં જ ભેદોમાં – યાવત્ – જાહક ચતુષ્પદ જીવોમાં અનેક લાખો વખત મરી–મરીને ત્યાં ને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થશે. ત્યાં ભુજપરિસર્પોની પ્રત્યેક જાતિના ભવોમાં પણ સર્વત્ર શસ્ત્રથી વધ પામીને, દાહથી આક્રાન્ત થઈને મરણના સમયે મરણ પામીને પછી તે ગોશાળાનો જીવ ઉર:પરિસર્પોના જે ભેદ છે – જેમકે – સર્પ, અજગર, આશાલિક અને મહોરગ – તેના તેના ભાવોમાં અનેક લાખો વખત મરીમરીને વારંવાર તેમાં જ ઉત્પન્ન થશે. ત્યાં પણ ઉર:પરિસર્પોના ભવોમાં સર્વત્ર શસ્ત્રથી વધ પામશે, દાહથી આક્રાન્ત થઈને કાળના સમયે કાળ કરીને ગોશાળાનો જીવ જે ચતુષ્પદો છે – જેમકે – એક ખૂરવાળા, બે ખૂરવાળા, ગંડીપદ, સનખપદ – તે તે ચતુષ્પદોના ભવોમાં તે અનેક લાખો વખત મરી–મરીને વારંવાર તેના તે જ ભવોમાં ઉત્પન્ન થશે. તે ચતુષ્પદોના ભાવોમાં પણ સર્વત્ર શસ્ત્રથી વધ પામીને અને દાહથી પીડિત થઈને કાળના સમયે કાળ કરીને જે જલચર જીવોના ભેદ છે – જેમકે – મત્સ્ય, કચ્છપ – યાવત્ – સુસુમાર, તેના તેના ભાવોમાં ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી–મરીને વારંવાર તેના તે જ ભવોમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થશે. ૦ ગોશાળાનું ભવભ્રમણ વિકસેન્દ્રિય રૂપે : ચતુષ્પદોના ભવોમાં સર્વત્ર શસ્ત્રથી ઘાત પામીને, શરીરમાં ઉત્પન્ન થયેલ દાહની પીડા પામતો કાળ માસે કાળ કરીને ગોશાળાનો જીવ જે ચતુરિન્દ્રિય જીવોના ભેદ છે – જેમકે – અંબિક, પૌત્રિક ઇત્યાદિ – યાવત્ – ગોમય કીડામાં અનેક લાખો વખત મરી– મરીને પુનઃ પુનઃ તે ચતુષ્પદોમાં જ ઉત્પન્ન થશે. ત્યાં પણ સર્વત્ર શસ્ત્રથી વધ્ય થઈને અને દાહથી પીડિત થઈને કાળ માસના સમયે કાળ કરીને ત્રીન્દ્રિય જીવોના જે ભેદ છે, જેમકે – ઉપચિત યાવત્ – હસ્તીશૌડ, ઇત્યાદિ ભવોમાં ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી–મરીને તે જ ભવોમાં પુનઃ પુનઃ વારંવાર ઉત્પન્ન થશે. ત્યાં પણ ત્રિ-ઇન્દ્રિયોના ભાવોમાં સર્વત્ર શસ્ત્રથી વધુ પામીને અને દાહથી પીડિત થઈને કાળ માસમાં કાળ કરીને જે દ્વિન્દ્રિય જીવોના પ્રકાર છે – જેમકે – પુલાકૃમિ – થાવત્ – સમુદ્રલિફા, તેના તેના ભાવોમાં ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી–મરીને પુનઃ પુનઃ તે જ ભવોમાં વારંવાર ઉત્પન્ન થશે. ૦ ગોશાળાનું ભવભ્રમણ એકેન્દ્રિય રૂપે : દ્વિ–ઇન્દ્રિયના ભાવોમાં પણ શસ્ત્રથી વધુ પામીને અને દાહથી પીડિત થઈને કાળધર્મના સમયે કાળ કરીને વનસ્પતિકાયના જે ભેદ છે – જેમકે – વૃક્ષ, ગુચ્છ – થાવત્ – કુંપણ – તેના તેના રૂપે ગોશાળાનો જીવ અનેક લાખો વખત મરી—મરીને વારંવાર પુનઃ પુનઃ તે–તે ભવોમાં ઉત્પન્ન થશે. વિશેષ કરીને કટ્રસવાળા વૃક્ષો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy