________________
૨૯૮
આગમ કથાનુયોગ-૨
૧. ઉપસર્ગ, ૨. ગર્ભહરણ, ૩. સ્ત્રી તીર્થકર, ૪. અભાવિત પર્ષદા, ૫. કૃષ્ણનું અપરકંકા ગમન, ૬. ચંદ્ર સૂર્યનું મૂળ વિમાને અવતરણ, છ. હરિવંશ કુળની ઉત્પત્તિ, ૮. ચમરનો ઉત્પાત્ ૯. ઉત્કૃષ્ટ અવગાહના વાળા ૧૦૮નું એક સાથે સિદ્ધ થવું અને ૧૦. અસંયતિની પૂજા.
(ઉક્ત આચર્યોની વાત ભ મહાવીરની કથામાં આવી ગયેલ છે, તેના સંદર્ભો પણ ત્યાં નોધ્યા છે. ફક્ત પહેલા આશ્ચર્ય “ઉપસર્ગ'નો અહીં સંબંધ હોવાથી ઉલ્લેખ કરી રહ્યા છીએ-)
શ્રમણ ભગવંત મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ગોશાળાએ ઉપસર્ગ કર્યો તે દશ આશ્ચર્યોમાંનું પ્રથમ આશ્ચર્ય છે. કેમકે કોઈપણ તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ થાય નહીં, છતાં શ્રમણ ભગવંત મહાવીરને આ ગોશાળાની કથામાં જણાવ્યા મુજબ ગોશાળાએ છોડેલ તેજોવેશ્યાના પ્રભાવથી છ મહિના સુધી લોહીખંડઝાળા થયા તે આ અવસર્પિણીમાં થયેલ એક અચ્છેરારૂપ ઘટના જાણવી. ૦ સિંહ મુનિને થયેલ માનસિક દુઃખ :
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી સિંહ નામના અણગાર જે પ્રકૃત્તિથતી ભદ્ર – યાવત્ – વિનીત હતા. તેઓ માલુકા કચ્છની નીકટ જ નિરંતર છટ્ઠ – છઠની તપશ્ચર્યા કરતા હતા. બંને હાથોને ઉપર કરીને સૂર્યાભિમુખ થઈને આતાપના ભૂમિ મધ્યે આતાપના લેતા વિચરણ કરી રહ્યા હતા.
ત્યાર પછી સિંહ અણગારને ધ્યાનાંતરિકામાં રહ્યા હતા ત્યારે આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં અત્યંત વિકટ અને પીડાકારી રોગાતંક ઉત્પન્ન થયેલ છે, તે દાહર્પોર-રોગાતંકને કારણે ભગવંતને લોહીખંડઝાડા થઈ ગયા છે – યાવત્ – લોકો એવું કહી રહ્યા છે કે શ્રમણ ભગવંત મહાવીર છદ્મસ્થ અવસ્થામાં કાળ કરશે. ત્યારે અન્ય તીર્થિકો કહેશે કે તેઓ છદ્મસ્થ અવસ્થામાં કાળધર્મને પ્રાપ્ત થઈ ગયા.
- આવા પ્રકારના મહામાનસિક દુઃખથી સિંહ અણગાર આક્રાંત, પીડિત થતા એવા આતાપના ભૂમિથી નીચે ઉતર્યા, ઉતરીને જ્યાં માલુકા કચ્છ હતું ત્યાં આવ્યા અને આવીને માલુકા કચ્છમાં અંદર તેમણે પ્રવેશ કર્યો. પ્રવેશ કર્યા બાદ સિંહ અણગાર જોરજોરથી આવેગપૂર્વક શબ્દ કરતા એવા સિસકતા સિસકતા રડવા લાગ્યા. ૦ સિંહ મુનિને ભગવંતે આપેલ આશ્વાસન :
શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણ નિગ્રંથોને આમંત્રિત કરીને તેઓને આ પ્રમાણે કહ્યું કે, હે આર્યો ! મારા અંતેવાસી સિંહ નામના અણગાર જે પ્રકૃત્તિથી ભદ્ર – યાવત્ – વિનીત છે, માલુકા કચ્છની નજીક નિરંતર છઠ-છઠનો તપ કરી રહ્યા છે, બંને હાથ ઉપર તરફ રાખીને સૂર્ય પ્રતિ મુખ રાખીને આતાપના લેતા વિચરી રહ્યા છે. તે સિંહ અણગારને ધ્યાનાંતરિકામાં વર્તતા એવા આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક – પાવત્ – મનોગત સંકલ્પ ઉત્પન્ન થયેલો છે કે –
મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીર માલુકાકચ્છમાં આવેલા છે. ભગવંતના શરીરમાં અત્યંત વિકટ અને પીડાકારી રોગાતંક ઉત્પન્ન થયેલ છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org