________________
નિલવ – ગંગ કથા
૨૪૩
તે સર્વેના લક્ષણો ભિન્ન ભિન્ન છે. લક્ષણ એટલે શીત–ઉષ્ણ વગેરે વિશેષ વસ્તુનું સ્વરૂપ કહેવું છે. તે લક્ષણ પરસ્પર ભિન્ન ભિન્ન હોવાથી તેને ગ્રહણ કરનારા જ્ઞાનો પણ ભિન્ન ભિન્ન છે. તેથી તે જ્ઞાનો એક કાળે થાય નહીં. વળી સામાન્યનું લક્ષણ એવું છે કે જે અનેક વિષયવાળું હોય અને જે અનેકનો બોધ કરતું હોય તે સામાન્ય કહેવાય. તો સામાન્યનું પ્રથમ જ્ઞાન થયા વિના વિશેષ જ્ઞાનની ઉત્પત્તિ જ થતી નથી. માટે એક કાળે વિશેષ જ્ઞાન ન થાય, એમ સિદ્ધ થાય છે. તાત્પર્ય એ કે, પ્રથમ “વેદન અનુભવ થાય છે” એમ સામાન્યનું ગ્રહણ કરીને પછી “ઇડામાં પ્રવેશ કરવાથી ક્રમશઃ “પગમાં શીત વેદના થાય છે" એવો વેદનાનો નિશ્ચય થાય છે. તે જ રીતે મસ્તકને વિશે પ્રથમ સામાન્ય રીતે વેદનાનું ગ્રહણ થયા પછી ઇહામાં પ્રવેશ કરવાથી “મસ્તકે ઉષ્ણ વેદના થાય છે”.
હે ગંગ ! એક જ પ્રાણી એક કાળે ક્રિયાઓ તો ઘણી કરી શકે છે, જેમ નર્તકી અભ્યાસ કૌશલ્યથી મુખે શબ્દો બોલે છે, નેત્રથી કટાક્ષ ફેકે છે. હાથ–પગનું આકુંચન પ્રસારણ કરે છે, આંગળીઓ હલાવે છે, ઇત્યાદિ હાવભાવ એક કાળે કરે છે પણ તેનો ઉપયોગ તો એક કાળે એક જ ક્રિયામાં હોય છે. એ જ રીતે કોઈ ભગવંતની ભક્તિ નિમિત્તે એક હાથે ચામર વીંઝે, બીજા હાથે ધૂપ કરે, મુખેથી પ્રભુના ગુણ કિર્તનરૂપ સ્તુતિ કરે, નેત્ર વડે ભગવંતની અદ્ભુત પ્રતિમા જોઈને મસ્તક ધુણાવે ઇત્યાદિ અનેક ક્રિયા સમકાળે કરે છે, પણ તેનો ઉપયોગ સમકાળે બધી ક્રિયામાં વર્તતો નથી. ઉપયોગ તો એક જ ક્રિયામાં વર્તે છે. આ પ્રમાણે ગુરુ ભગવંતે અનેક રીતે સમજાવ્યું, તો પણ ગંગાચાર્યએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં. અસતભાવથી પોતાના–બીજાના અને ઉભયના આત્માને બુટ્ટાહિત કરવા લાગ્યા. સાધુઓને આ પ્રમાણેની પ્રજ્ઞાપના કરવા લાગ્યા અને તેણે પોતાનો મત ન છોડ્યો ત્યારે તેને ગચ્છ બહાર કર્યા.
પછી તે વિચરણ કરતા-કરતા રાજગૃહી પધાર્યા. રાજગૃહીમાં મહાતપસ્વર પ્રભાવ નામે એક કહ હતો, તેની પાસે મણિનાગ નામના યક્ષનું ચૈત્ય હતું. ત્યાં રહીને ગંગાચાર્ય પર્ષદા સમક્ષ સમકાળે બે ક્રિયા વેદવારૂપ પોતાના અસત્ પક્ષની પ્રરૂપણા કરવા લાગ્યા. તે સાંભળીને તે મણિનાગ યક્ષને કોપ ચડ્યો. તેથી તેણે કહ્યું કે, અરે દુષ્ટ ! આવી અસત્ પ્રરૂપણા કરીને અનેક પ્રાણીઓના મનમાં સંશય કેમ ઉત્પન્ન કરે છે ? આ જ સ્થાને વર્ધમાનસ્વામીનું સમવસરણ થયેલું, તે વખતે ભગવંતે એક સમયે એક જ ક્રિયાનું વદન હોય તેમ પ્રતિપાદન કરેલું. તે વખતે મેં આ ચૈત્યમાં રહીને સાંભળેલું હતું. તમે શું વીરસ્વામી કરતા પણ અધિકજ્ઞાની થયા છો કે જેથી તેમનું વચન પણ અન્યથા કરવા તત્પર થયા છો? માટે આ દુષ્ટ વાચના છોડીને ભગવંતના વચનને અંગીકાર કર, નહીં તો હમણાં આ મુદુગર વડે શિક્ષા કરીશ. પછી તેણે ગંગાચાર્યને સમજાવ્યા. ગંગાચાર્યએ તેનું કહેવું સ્વીકાર્યું, ગુરુ ભગવંત પાસે જઈને ભૂલની આલોચના કરી, પ્રતિક્રમણ કર્યું અને દર્શનના નિવપણાને છોડીને સમકિત નિર્મળ કર્યું.
૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮, ૬૮૯ + વૃ,
ઉવ. પ૧ ની વૃક
નિસી.ભા. ૫૫૯૬, ૫૬૦૧, પ૬૧૫, ૫૬૧૮, ૫૬૨૨ થી ૫૬૨૪;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org