________________
નિહ્નવ ગંગ કથા
જેનું દાર્શનિક વર્ણન ઉત્તરાધ્યયન નિર્યુક્તિ ૧૭૧માં વાદી-પ્રતિવાદી રૂપે કરાયેલ છે)
હે વત્સ ! સમય—આવલિકા આદિ કાળ ઘણો સૂક્ષ્મ છે અને મન પણ અતિ ચપળ, અતિ સૂક્ષ્મ અને ઘણી જ ત્વરાવાળું છે તેથી તને વેદન / અનુભવનો અનુક્રમ જાણવામાં આવ્યો નથી. તેથી તું માને છે કે, એક કાળે બે ક્રિયાનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ મન એ ઇન્દ્રિયોથી ગ્રહણ ન થઈ શકે તેવા સૂક્ષ્મ પુદ્ગલના સ્કંધોથી બનેલું છે, તે મન ઇન્દ્રિઓએ ગ્રહણ કરેલા સ્પર્શનાદિક દ્રવ્ય સાથે જે વખતે સંબંધ પામે છે, તે વખતે ઇન્દ્રિયોને તે દ્રવ્યનું જ માત્ર જ્ઞાન કરાવવામાં કારણભૂત થાય છે. અન્ય પદાર્થમાં ઉપયોગ રાખનારો પ્રાણી પાસે ઉભેલા હાથીને પણ જોઈ શકતો નથી. તેથી એક પદાર્થમાં ઉપયોગવાળું મન કદાપિ બીજા અર્થનો ઉપયોગ ધરાવી શકે જ નહીં.
જેમ એક મુનિ એકાગ્ર ધ્યાનમાં મગ્ન થઈને કાયોત્સર્ગે રહ્યા હતા તેવામાં તેની પાસે થઈને એક ચક્રવર્તી પોતાના સમગ્ર સૈન્ય તથા ૬૪,૦૦૦ અંતેઉરીઓ સહિત નીકળ્યો. તે વખતે સૈન્યમાં રહેલાં સંખ્યાબંધ વાજિંત્રો પણ વાગતા હતા. ચક્રવર્તીએ તે મુનિને જોઈને વિચાર્યું કે, અહો ! આ મુનિનું ચિત્ત કેવું એકાગ્ર છે કે જેથી મારું સૈન્ય, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચે ઇન્દ્રિઓને સુખ આપનારા સાધનોથી સંપૂર્ણ છતાં પણ આ મુનિ મન દઈને તેને જોતાં પણ નથી. પછી જ્યારે તે મુનિનું ધ્યાન પૂર્ણ થયું ત્યારે તેને નમીને ચક્રીને પૂછયું કે, “હે સ્વામી ! હસ્તિ, અશ્વ, રથ, વાજિંત્ર અને સ્ત્રીઓ વગેરે પાંચે ઇન્દ્રિઓને અનુકૂળ વસ્તુઓથી યુક્ત મારું સૈન્ય આપની પાસે થઈને ગયું, તે સર્વે આપે જોયું કે નહીં ? ધ્યાની મુનિએ જવાબ આપ્યો કે, તમારા સેવકોએ મને પ્રણામ વગેરે કર્યા હશે, પણ હું તો પરમાત્મધ્યાનમાં જ ઉપયોગાસક્ત હતો તેથી મેં તે કોઈપણ જોયું નથી – સાંભળ્યું નથી, જાણ્યું નથી.
તે સાંભળીને ગુરુના ઉપયોગની વારંવાર સ્તુતિ કરતો તે ચક્રી પ્રતિબોધ પામીને બોલ્યો કે, પોતાની પાસે ઇન્દ્રિઓથી ગ્રહણ થાય તેવા અનેક પદાર્થો રહેલા હોય, તો પણ મનની પ્રવૃત્તિ વિના કોઈપણ પદાર્થ ગ્રહણ થતો નથી, તે સત્ય વાત છે – તો હે શિષ્ય ! જીવ જે ઉપયોગમાં વર્તતો હોય, તે જ ઇન્દ્રિયના વિષયમાં તલ્લીન થાય છે. તેથી તે બીજા પદાર્થમાં લીન થઈ શકતો નથી. ત્યારે ગંગાચાર્યએ પ્રશ્ન કર્યો કે, હે સ્વામી ! જો એક કાળે બે ક્રિયાનો ઉપયોગ ન થતો હોય તો મેં શીત અને ઉષ્ણ બંને સ્પર્શો એક સાથે કેમ વેદ્યા ? ધનગુપ્તાચાર્યે કહ્યું કે, સમય—આવલિકા આદિ કાળનો જે વિભાગ બતાવેલો છે, તે અતિ સૂક્ષ્મ છે. માટે ભિન્નભિન્ન સમયે થયેલું બે ક્રિયાનું જ્ઞાન, કમળના સો પત્ર ઉપર– ઉપર રાખીને કોઈ બળવાન્ માણસ અતિ તીક્ષ્ણ સૂચિથી તે પત્રોને વીંધે, તો પણ તે એક સમયે વીંધી શકશે નહીં. કેમકે કાળના ભેદે કરી અસંખ્યાત-અસંખ્યાત સમયે એક પત્રનો વેધ થાય છે અને ઉપરના પત્ર વિંધાયા વિના નીચેનું પત્ર વિંધી શકાતું નથી. તો પણ એ પત્રને વીંધનાર માણસ એમ માનશે કે, મેં એક જ કાળે આ બધાં પત્રો વીંધ્યા છે.
વળી આલાતચક્રને ઘણી જ ત્વરાથી ગોળ ફેરવીએ તો પણ તે ચક્ર કાળના ભેદ કરીને જુદી જુદી દિશાઓમાં અનુક્રમે અનુક્રમે જ ફરે છે. તો પણ ફેરવવાનો કાળ ઘણો સૂક્ષ્મ હોવાથી, તે જાણવામાં આવતો નથી. માટે જોનારને તે ગોળ કુંડાળું જ લાગે છે. |૨/૧૬
Jain Educate
nternational
For Private & Personal Use Only
૨૪૧
www.jainelibrary.org