________________
આગમ કથાનુયોગ-૨
ખંડ-૨-અધ્યયન-૨-નિહ્નવ કથા
=
૦ નિહ્નવો, શ્રમણ ગણાતા નથી – તો પણ તેનો શ્રમણ વિભાગમાં સમાવેશ કેમ કર્યો ? — નિહ્નવોને શ્રમણ ગણ્યા નથી તે વાત સાચી જ છે. પણ તેને ગૃહસ્થ કે અન્યતીર્થિ પણ નથી ગણ્યા. અમે શ્રમણ વિભાગમાં આ અધ્યયનનો સમાવેશ કર્યો. કેમકે, તેઓ મૂળભૂત શ્રમણો હતા. તેમાંના ચારે તો નિહ્નવપણું છોડી ફરી શ્રમણપણું અંગીકાર કરેલ જ છે.
૦ નિહ્નવ :- સૂત્રોના યથાર્થને છુપાવે, નવા અર્થોને જાહેર કરે, મૂળભૂત સિદ્ધાંતોનો અપલાપ કરે તેને નિહ્નવ કહે છે. તે સિદ્ધાંતના સત્ય અર્થને ગોપવે છે અથવા તેનું ઉત્થાપન કરે છે, સત્યનો અપલાપ કરે છે અથવા છુપાવે છે. સ્વ પ્રપંચથી તીર્થંકર ભાષિતને ગોપવે છે. તે અતિ ક્લિષ્ટ કર્મોના ઉદયથી આગમ અભિહિત અર્થોને કુયુક્તિથી ઘટાવે છે અને નવા સિદ્ધાંતની સ્થાપના કરે છે. તે મિથ્યાવાદી હોય છે. તેને માટે પ્રવચન નિહવ શબ્દ વપરાય છે. પ્રવચન નિહ્વવ અર્થાત્ જે જિનાગમનો અપલાપ કરે કે તેના એકાદ અંશને અન્યથા પ્રરૂપે તે. તેઓ ચર્યા અને લિંગથી સામાન્ય સાધુ તુલ્ય હોય છે. પણ વિપરીત બોધવાળા હોવાથી મિથ્યાસૃષ્ટિ જ હોય છે. તેઓ સમ્યક્ત્વથી ભ્રષ્ટ હોય છે. તેને માર્ગથી સ્મુત થયેલા ગણવામાં આવે છે. ગચ્છ બહાર કરાય છે. આચાર્ય પણ તેનો સસંર્ગ કરતા નથી.
૨૧૪
ભગવંત મહાવીરના શાસનમાં સાત નિર્હાવો થયા તે આ પ્રમાણે :- ૧. જમાલિ, ૨. તિષ્યગુપ્ત, ૩. આષાઢ, ૪. અશ્વમિત્ર, ૫. ગંગ, ૬. રોહગુપ્ત, ૭. ગોષ્ઠામાહિલ. તેઓએ કાઢેલા નવા મત અનુક્રમે આ પ્રમાણે છે :- ૧. બહુરત, ૨. જીવપ્રદેશિક, ૩. અવ્યક્ત, ૪. સમુચ્છેદ, પ. દોકિરિય, ૬. ત્રિરાશિક, ૭. અબુદ્ધિક. આ ઉપરાંત શિવભૂતિને પણ નિહ્નવ જ ગણેલ છે. તેણે બોટિક મત કાઢેલો હતો.
આગમ સંદર્ભ :
ભગ. ૩૨;
બૃહ.ભા. ૫૪૩૩ + ; આવ.ભા. ૧૨૫ થી ૧૪૮; પિંડ.નિ. ૧૭૮ થી ૧૮૦;
ઉવ. ૫૧ની ;
નિસી.ભા. ૫૫૯૬ થી ૫૬૨૪; આવ.નિ. ૭૭૮ થી ૭૮૮;
દસા. ૬૧ + ચૂ આવ.ચૂ ૧-૫ ૪૧૫, ૪૧૯ થી ૪૪, ૪૨૭, ૫૮૬; ૨-પૃ. ૨૮; ઉત્તનિ ૧૬૫ થી ૧૭૮; ઉત્ત.નિ. ૧૭૮–ભા.૧, ૨;
(૧) નિહવ જમાલિ કથા ઃ-૦- પરીચય :
Jain Education International
×
X
ભગવંત મહાવીરના શાસનમાં પહેલો નિહ્નવ જમાલી થયો. તેણે “બહુરત'' નામે મત કાઢેલો. તેણે શ્રાવસ્તી નગરીમાં નવા મતની સ્થાપના કરેલી. ભગવંત મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી ૧૪ વર્ષે જમાલી નિદ્ભવ થયો. તેણે મરણપર્યંત પોતાનો મત છોડ્યો ન હતો. મૂળભૂત તે સમ્યક્ દૃષ્ટિ હતો. તેઓ નિત્ય પ્રત્યાખ્યાન યુક્ત રહેતા હતા. નિર્હાવો સાધુ કે અન્યતીર્થિક કે ગૃહસ્થ ગણાતા નથી. પણ તેઓ નિર્પ્રન્થ રૂપ કે નિર્પ્રન્થવત્
For Private & Personal Use Only
www.jainelibrary.org