________________
ગણધર – અગ્નિભૂતિ કથા
૧૮૯
ગોબ્બર ગામમાં થયેલો. તેમના પિતાનું નામ વસુભૂતિ અને માતાનું નામ પૃથ્વી હતું. કૃતિકા નક્ષત્રવાળા અગ્રિભૂતિ ગૌતમ ગોત્રના હતા. બ્રાહ્મણકુળના હતા. તેમજ પ૦૦ શિષ્યોના અધ્યાપક હતા. ઉન્નત કુળ અને વિશાળ વંશવાળા આ અગ્નિભૂતિ, ઇન્દ્રભૂતિ અને વાયુભૂતિના ભાઈ હતા. તેઓ મધ્યમપાપાપુરી નગરીમાં સોમિલ નામના ધનાઢ્ય બ્રાહ્મણે યોજેલા એક વિરાટ યજ્ઞમાં શિષ્ય પરિવાર સહિત આવેલા હતા. અગ્નિભૂતિને “કર્મ છે કે નહીં ?” તેવો સંશય હતો. પણ પોતાના સર્વજ્ઞપણાના અભિમાનની ક્ષતિના ભયથી પોતાનો સંદેહ અન્ય વિદ્વાન્ બ્રાહ્મણને પૂછીને સમાધાન પ્રાપ્ત કરતા ન હતા. ૦ અગ્નિભૂતિનું આગમન અને ભગવંત દ્વારા સંશનિવારણ :
ઇન્દ્રભૂતિને દીક્ષિત થયેલ સાંભળી, તેમનો બીજો ભાઈ અગ્નિભૂતિ વિચારવા લાગ્યો કે, કદાચ પર્વત પીગળી જાય, હિમસમૂહ સળગી ઉઠે કે, અગ્નિની જ્વાળા શીતળ થઈ જાય પણ મારો ભાઈ હારે નહીં. ઇન્દ્રભૂતિ દીક્ષિત થયાની વાતમાં જરા પણ શ્રદ્ધા વિશ્વાસ ન રાખતો તે અગ્નિભૂતિ લોકોને વારંવાર પૂછવા લાગ્યો. પણ લોકમુખેથી સાંભળી તેને નિશ્ચય થયો કે, ઇન્દ્રભૂતિ દીક્ષિત થઈ ગયા છે, ત્યારે તે વિચારવા લાગ્યો કે, તે ધૂર્ત જરૂર ઇન્દ્રભૂતિને છેતરી લીધા. પણ હું હમણાં જ જઈ તે ધૂર્તને જીતી લઉં અને માયાપ્રપંચથી પરાજિત કરેલા મારા વડિલ ભાઈને પાછો લઈ આવું. આ પ્રમાણે વિચારી અગ્નિભૂતિ રોષથી પૂર્વવર્ણિત સ્વરૂપથી (ઇન્દ્રભૂતિની માફક) પ૦૦ શિષ્ય પરિવાર સાથે ઇન્દ્રભૂતિને પાછો લેવા નીકળ્યો. જેવો તે ભગવંત પાસે પહોંચ્યો કે વિસ્મયમાં ગરકાવ થઈ ગયો.
જન્મ, જરા, મરણથી વિમુક્ત થયેલા સર્વજ્ઞ–સર્વદર્શી જિનેશ્વર ભગવંત મહાવીરે તેને નામ અને ગોત્રપૂર્વક બોલાવ્યા. અગ્નિભૂતિને પ્રથમ તો આશ્ચર્ય થયું કે, અહો ! આ તો મારા નામ અને ગોત્ર પણ જાણે છે, પછી થયું કે, હું તો વિશ્વવિખ્યાત છું, મારું નામ કોણ ન જાણે ? પણ જો તે મારા હૃદયમાં રહેલા સંશયને તે જાણે અને પ્રગટ કરે તો હું માનું કે, તે સર્વજ્ઞ છે. ત્યારે ભગવંતે તેને કહ્યું, હે અગ્નિભૂતિ ! તને એવો સંશય છે કે, “કર્મ છે કે નથી ?'' તારો આ સંશય અનુચિત છે. તને આ સંશય પરસ્પર વિરુદ્ધ ભાસતા વેદવાક્યોથી ઉત્પન્ન થયો છે. તું વેદપદોના અર્થને બરાબર જાણતો નથી. જો જાણતો હો તો મને કહે, “પ વુિં પ્રિ સર્વ ય મૂi માવ્યમ્' આ વેદપદથી તું એવું માને છે કે કર્મ નથી.
તું આ વેદપદોનો અર્થ એવો કહે છે કે, આ પ્રત્યક્ષ જણાતું ચેતન–અચેતન સ્વરૂપ જે ભૂતકાળમાં થયેલું છે, જે ભવિષ્યકાળમાં થવાનું છે, તે સર્વે પુરુષ જ છે એટલે આત્મા જ છે. અર્થાત્ આત્મા સિવાય કર્મ ઈશ્વર વિગેરે કંઈ પણ નથી. એ જ વેદપદોમાં આગળ કહ્યું છે કે, મરણનો અભાવ અર્થાત્ મોક્ષનું જે ઐશ્વર્ય છે, આહાર વડે અતિશય વૃદ્ધિને પ્રાપ્ત કરે છે, પશુ આદિ જે ચાલે છે, પર્વતાદિ જે નથી ચાલતા, મેરૂ આદિ જે દૂર છે, જે નીકટ છે તે સર્વે પુરુષ છે. જે ચેતના છે કે જે બાહ્ય છે તે સર્વે પુરુષ છે. તેનાથી અતિરિકત કોઈ કર્મ છે નહીં તેવું તું માને છે. મનુષ્ય દેવ તિર્યંચ પર્વત પૃથ્વી વગેરે જે જે વસ્તુઓ દેખાય છે તે સર્વ આત્મા જ છે. આત્મા સિવાયની એક પણ વસ્તુ નથી. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org