SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આગમ કથાનુયોગ-૨ એક સ્થાને બહું રહેતા નથી. પણ વર્ષાકાળમાં ઘણાં જીવોની ઉત્પત્તિ થતી હોવાથી તેમને વિહાર કરવો કલ્પતો નથી. આવા મોટા નગરમાં અમારા જેવા ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ વડે રહે છે તેમાં તમને શું નુકસાન છે ? પૂર્વે પણ ભરત આદિ રાજાઓએ મુનિને નમન કરેલ છે. તમે કદાચ તેમ ન કરો તો પણ તેમને અહીં તો રહેવા દો. નમુચિ તે સાંભળીને ગુસ્સે થયો. તેણે કહ્યું કે, એક જ વાત બીજી વખત કહેવાનો શો અર્થ છે ? હવે જો પાંચ દિવસ પછી અહીં દેખાશો તો નક્કી હું તેમનો નિગ્રહ કરીશ. વિષ્ણુમુનિએ કહ્યું કે, તમને વાંધો ન હોય તો આ મહર્ષિ ઉદ્યાનમાં રહેશે. ત્યારે અધમ મંત્રીએ ક્રોધ કરીને કઠોર વાણીથી કહ્યું કે, આ ઉદ્યાનમાં કે નગરમાં કે મારા સમગ્ર રાજ્યમાં પણ આ પાખંડી, પાપાશય, શ્વેતાંબર ભિક્ષુઓએ રહેવું નહીં. હવે જો તમારું ભલું ઇચ્છતા હો તો તત્કાળ મારા રાજ્યમાંથી નીકળી જાઓ. તે વખતે વિષ્ણુમુનિ રોષાયમાનું થઈને બોલ્યા કે, તમે માત્ર ત્રણ પગલાં ભૂમિ અમને રહેવા માટે આપો. ત્યારે નમુચીએ માત્ર ત્રણ પગલાં ભૂમિ રહેવા માટે આપી કહ્યું કે, જો તેની બહાર કોઈ આવ્યું તો હું તેને તુરંત હણી નાખીશ. ત્યારે ક્રોધના આવેશથી તે વિષ્ણુમુનિએ પોતાનું શરીર વધારવા માંડ્યું. મુગટ, કુંડળ, માળા, ધનુષ્ય, વજ અને ખડ્ઝ ધરતા, મોટા ફુકારાથી જીર્ણપત્રની જેમ ખેચરોને પાડી નાખતા, કમળ પત્રની જેમ ચરણથી પૃથ્વીને કંપાવતા, કલ્પાંત કાળના પવનોની જેમ સમુદ્રોને ઉછાળતા, રાફડાના રાશિની જેમ પર્વતોને ફાડી નાખતા તેમજ મહાપરાક્રમી મહાતેજસ્વી સુર અસુરોને ભયંકર એવા વિષ્ણુમુનિએ વિવિધરૂપે વૃદ્ધિ પામતા મેગિરિ જેવા થયા. (વૈક્રિયલબ્ધિથી એક લાખ યોજનનું શરીર વિકુલ્) નમુચીને પાડી દીધો. પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર કિનારે બે પગલા મૂકીને સ્થિત થયા. ત્રણલોકને ક્ષોભિત થયેલો જોઈ, શકે તુરંત ત્યાં આવ્યા. અપ્સરાઓને આજ્ઞા કરી. તેઓ પણ સર્વજ્ઞના ભાવને જણાવવા ઉત્તમ સૂરમાં ગાવા લાગી પ્રાણીઓ ક્રોધ કરવાથી સ્વ–પરના દાહક બને છે. સ્વાર્થમાં મોહિત થાય છે. દુર્ગતિમાં જાય છે. શાંતરસરૂપ અમૃતનું પાન કરો. આ પ્રમાણે તેમની આગળ ગાતી તેઓ નૃત્ય કરવા લાગી. મહાપા પણ આ વાત જાણતાં જ ત્યાં આવ્યા. વિષ્ણુમુનિને ભક્તિથી નમસ્કાર કરી બોલ્યા કે, આ અધમ મંત્રી નમુચી સંઘની આશાતના કરતો હતો તે મને ખબર નહીં. તો પણ હું જ અપરાધી છું. હે મહામુનિ ! આ પાપીમંત્રીના અપરાધથી આ ત્રણે લોક પ્રાણસંશયમાં આવી પડેલ છે. માટે તેની રક્ષા કરો. આજ પ્રમાણે બીજા પણ રાજા, દેવ, અસુર અને સકળ સંઘે વિનંતી કરી, ત્યારે મુનિઓ આ વિવિધ વચનોથી શાંત થયા. ચરણને અત્યંત સ્પર્શ થતા વિષ્ણુકુમારે નીચે જોયું, ત્યાં પોતાનો ભાઈ મહાપદ્મ, ચતુર્વિધ સંઘ, દેવેન્દ્ર-રાજા આદિ જોવામાં આવ્યા. – ત્યારે વિષ્ણુમુનિએ વિચાર્યું કે, મારે આ ચતુર્વિધ સંઘ માન્ય છે. મહાપદ્મ આદિ સર્વે અનુકંપા કરવા યોગ્ય છે. તેથી તે મહામુનિએ પોતાના શરીરની વૃદ્ધિનો ઉપસંહાર કરતા પોતાની પૂર્વવત્ સ્થિતિને ધારણ કરી. રાકલ શ્રી સંઘના અનુરોધથી તેમણે નમુચીને છોડી દીધો. મહાપદ્મચક્રીએ તેને ત્યાંથી કાઢી મૂક્યો. વિષ્ણુમુનિ પણ જગમાં ત્રિવિક્રમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005009
Book TitleAgam Kathanuyoga Gujarati Part 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy