________________
( ૪ )
ધર્મ દેશના.
નથી, દોષ માત્ર તે તે વસ્તુના નિર્ભાગ્યપણાના છે; તેજ પ્રમાણે ભગવતની દેશના સર્વથા સામર્થ્ય વાળી છે, છતાં ભળ્યેતર જીવના સ્વભાવ કઠાર હાવાથી, તેને કાંઈ લાભ ન થાય તે તેમાં દેશનાને દોષ જરા પણ નથી, દોષ તેના ભાગ્યના છે. સાકર સ્વભાવે સુંદર છે, પણ ગર્દભને હિતકર નથી, શેલડી મીઠી છે, પણ ઉંટને માટે વિષ તુલ્ય છે, ઘી આયુષ્યની વૃદ્ધિ કરનાર છે, પણ જ્વરાક્રાંત પ્રાણીને દોષ કરનારૂં છે, તેમજ તીર્થંકર મહારાજની દેશના મિથ્યાત્વ વાસિત મનુજ્યને રૂચે નહિ, તા તેથી દેશના કૃષિત નથી,કિન્તુ સાંભળનાર દૂષિત છે.
આટલા ઉપક્રમ કર્યા બાદ હવે હું પ્રતિજ્ઞાત વિષયની મીમાંસા પર આવીશ, આ દેશના નય, નિક્ષેપ, પ્રમાણુ, સપ્તભંગી, સ્યાદ્વાદથી ભરપૂર છે, માટે પ્રથમ તે સમજવાની અપેક્ષા હોવાથી પૂર્વોક્ત નયાદિનું સ્વરૂપ ટૂંકમાં આપીશ, ત્યાર બાદ દેશનાનું દિગ્દર્શન કરાવીશ.
નયાદિનું સ્વરૂપ.©
FEE
શ્રુતનામના પ્રમાણથી વિષયીભુત થએલ અર્થના એક અંશના
***
(ખીજા અશાના નિષેધ કર્યા સિવાય) એધ જે વડે થાય, તે વક્તાના અભિપ્રાય વિશેષને ‘નય’ કહીએ. તે ‘નય· એ પ્રકારના છે. (૧) - ન્યાર્થિક, (૨) પાયાર્થિક,
(૧) દ્રવ્યાર્થિ ક નયના વળી ત્રણ ભેદ છે. (૧) નૈગમ નય, (૨) વ્યવહાર નય અને (૩) સંગ્રહ નય,
(ર) પાયાર્થિ ક નયના ચાર ભેદ(૧) ઋજીસૂત્ર, (૨)શબ્દ, (૩) સમભિરૂઢ (૪) એવ’ભૂત. આ સાત નયનું વર્ણન અહીં નહિ આપતાં ‘જૈનતત્ત્વવિદેગ્દર્શન' જોવા ભલામણ કરૂં છું. નયચક્રમાં સાત નયના સાતસા ભેદ ખતાવેલ છે. વળી સમ્મતિતર્કમાં લખ્યું છે જે ‘જેટલા નય છે તેટલા વચન પથ છે” તેમજ જેટલા વચન માર્ગ છે, તેટલાજ મતા દુનિયામાં પ્રચલિત છે, પરંતુ એટલુ જાણવુ જોઇએ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org