________________
હારા આ ટુંક વકતવ્યની પૂર્ણાહુતિમાં મહારા મિત્ર, “જૈન” પત્રના અધિપતિ શ્રીમાન શેઠ દેવચંદભાઈ દામજીને ખરા અંતઃકરણથી ઉપકાર માનું છું કે, જેઓએ પિતાના અમૂલ્ય સમયને ભોગ આપી આ ગ્રન્થરત્નના કર્તા પરમપૂજય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર ધર્મદેશનામાં આપવા માટે લખી આપી મહને અનુગૃહીત કર્યો છે.
છેવટ શ્રીસૂરીશ્વરજી મહારાજની કસાએલી કલમથી લખેલ “જૈનતત્વ દિગદર્શન” “જૈનશિક્ષા દિગદર્શન પુરૂષાર્થ દિગ્ગદર્શન અન્નતિ દિગદર્શન અને “અહિંસા દિગદર્શન વિગેરે પુસ્તકે જનસમાજને જેમ ઉપયોગી થયાં છે, તેવી રીતે શ્રીસૂરીશ્વરજી મહારાજની પવિત્ર જીવનપ્રભા અને પવિત્ર પ્રતિબિંબ સાથે પ્રકટ કરાતા આ ગ્રન્થ વાંચકને લાભપ્રદ થાઓ. એવી અંતઃકરણની ઈચ્છા પૂર્વક વિરમું છું.
શ્રી યશવિજય જૈન પાઠશાળા, ).
સિદ્ધક્ષેત્ર, કાર્તિકી પૂર્ણિમા-વી. સં.૨૪૪૧ ]
સૂરિ સેવક, હર્ષચન્દ્ર ભુરાભાઈ શાહ,
ગ્રન્થ પ્રકાશક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org