________________
અપમાન અને આશાતના થાય છે, માટે તેમ ન થવાને બદબસ્ત કરવા ઉપદેશ કર્યો, જેના જવાબમાં “અરજી આવવાથી યોગ્ય થશે? તેમ તેમણે વચન આપ્યું. આ પ્રસંગે બીયાવરથી શ્રાવક સમુદાય ત્યાં આવેલ હતું. તેઓએ અરજ કરી બીયાવર મહારાજશ્રીને તેડી આવ્યા અને ત્યાં ચાતુર્માસ રહેવા નિશ્ચય થયા.
ખ્યાવરમાં જન સમુદાય સારા પ્રમાણમાં હતે છતાં પણ સ્થા નકવાસી અને તેરાપંથીઓનું જોર ઘણું હતું. મહારાજશ્રીએ પ્રથમ ત્યાંના શાંતિનાથના દેહેરાસરજીની વૈશાક શુદી૩ પ્રતિષ્ઠા કરાવી તથા આબૂ ઉપર દેહેરાસરમાં બૂટ પહેરવા, તે ધર્મ વિરૂદ્ધ છે અને તેથી જૈન પ્રજાની લાગણી દુખાય છે; તેમ ન થવાને બદબસ્ત કરવા માટે અજમેરમાં થયેલ વાતચીત પ્રમાણે રાજપુતાનાના એજંટ સુધી ગવર્નરને અરજ કરાવી. પરિણામે હમેશને માટે આબુ ઉપર થતી આશાતના બંધ થઈ.
બીયાવરમાં ચાતુર્માસ દરમિયાન ગામમાં અનેક ઉપકાર અને શાસન પ્રેમમાં જાગૃતિ થવા સાથે,બનારસ પશુશાળા અને પાલીતાણું પાઠશાળા માટે પણ ત્યાંના શંઘે મોટી રકમ મોકલી. આ ઉપરાંત કેટલાક સ્થાનકવાસીઓને પણ સાચા માર્ગ ઉપર લાવી મૂત્તિપૂજક બનાવ્યા,
શાસનસેવા સાથે સાહિત્ય સેવાને પણ મહારાજશ્રી વિસરી ગયા ન હતા. બીયાવરમાં રહેલી નાગરી પ્રચારનું સભા સાથે વખતેવખત ધર્મચર્ચા અને શંકા સમાધાન માટે તક મળી હતી. અને તેથી જ્યારે મહારાજશ્રીને ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર કરવાને પ્રસંગ આવ્યું ત્યારે તેઓશ્રીની સાહિત્ય તેમજ શાસન સેવા માટે બીટાવરની સમસ્ત પ્રજા તરફથી તથા બીજું નાગરી પ્રચારણું સભા તરફથી જાહેર મેળાવડામાં માનપત્ર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
બીયાવરથી વિહાર કરી સોજત પધાર્યા. ત્યાં સુધીમાં માર્ગમાં જુદે જુદે સ્થળે પ્રાચીન જૈન મંદિર તથા ભંડારે જર્ણ પ્રાય સ્થિતિમાં જેવા પ્રસંગ મન્યા હતા. અને પ્રાયઃ મારવાડમાં પૂર્વે જૈન ધર્મનું સંપૂર્ણ બળ હોય તેમ બબે ગામ ઉપર દરેક ગામે દેરાસરે અને ગ્રંથ અવ્યવસ્થિત સ્થિતિમાં નજરે પડયા હતા. જૈન સાહિત્ય આ તે અજ્ઞાન વર્ગના હાથમાં રહી કીડાએથી ખવાઈ ચવાઈ અથવા
[ 57]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org