________________
પ્રમાણેની ચેષ્ટા રહેશે કે કેઈપણ જાતિ યા ધર્મની મારી સમસ્ત પ્રજાને હું સમદ્રષ્ટિપૂર્વક દેખું. અતએવ મારા રાજ્યમાં જૈન જાતિના હક્કને પણ સંપૂર્ણ વિચાર થશે. તમે તમારા તરફથી દેવાતા સંમાન પત્રમાં જૈન પાઠશાળા અને પશાળાને ઉલ્લેખ કર્યો છે. તે બેઉ શાળાઓ જેનાચાર્ય શ્રીવિજયમસૂરિજીના
ગય૫થ પ્રદર્શનના કારણભૂત આ દેશમાં નિશ્ચયથી ઘણોજ ઉપકાર કરશે. પ્રસંગે અહીંઆ હું એટલું કહેવા માંગુ છું કે
શ્રીવિજયધર્મસૂરિજીનું મારા આ નગરમાં રહેવું આ નગરને અત્યંત લાભદાયક છે. અહીંઆ તેઓનું જીવન, સ્વાર્થ ત્યાગ અને ઉપકારના આદર્શ રૂપજ છે.?
મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પાઠશાળા અને પશુશાળા હમેશાને માટે ઉંનતિ કરતી રહેશે. તેની સાથે માનવ જાતિનું પણ હિત કરતી રહેશે.
અહિંસાના સંબંધમાં તમને મારા પ્રત્યે જે અનુરોધ કરેલે છે, તેને હું હમેશાં મારા ધ્યાનમાં રાખીશ અને જ્યાંસુધી સંભવ થશે, ત્યાં સુધી તે ઉદેશનાં સાધનને દષ્ટિગોચર રાખીશ.
મહદય ગણુ, આ ઉત્તરને સમાપ્ત કરતાં હું તમને આંતરિક ધન્યવાદ આપું છું કે તમે મને સંમાનિત કરવાને માટે આટલા દૂર દેશથી આવ્યા છે અને આપ લેકેને તે વાતને પણ નિશ્ચય કરાવું છું કે આપે મારા ઉપર જે કૃપા કરી છે તેને હું કૃતજ્ઞતા પૂર્વક હમેશાં સ્મરણમાં રાખીશ.”
માનપત્રને જવાબ પૂર્ણ થયા બાદ શાસ્ત્ર વિશારદ જેનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિ મહારાજે વ્યાખ્યાન આપતાં જણાવ્યું જે-“મહારાજા બહાદુરે માનપત્રને સંતોષકારક જવાબ વાળે છે તે અમારી જૈન પ્રજાને માટે કંઈ એછે આનંદજનક નથી. મહાર જા બનારસની નીતિ નિપુણતા અને નિષ્પક્ષપાતતા તેઓએ વાળેલા જવાબ ઉપરથી આપણને આદર્શ રૂપે થયા વિના રહેતી નથી. નીતિ અને પ્રીતિના આધારે હમેશાં આ સંસારની સપાટી ઉપર
[ 48 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org