________________
પ્રકરણની પૂર્ણાહૂતિમાં ઉપદેશ.
(૩૧૧)
ફેધથી વ્યાપ્ત થએલા પ્રાણીઓ સુખ પામતા નથી, અહંકારી પુરૂ શેકમાં પરાયણ હોય છે, માયાવી પુરૂષે એટલે કપટી પ્રાણુઓ. આ ભવમાં તથા પરભવમાં પારકાના દાસ થાય છે, તેમજ લોભી અને મેટી તૃષ્ણાવાળા પ્રાણુઓ નરકમાં જાય છે. ૩.
પ્રશ્ન – વિષે શું ચીજ છે? ઉત્તર–કે. પ્રશ્ન–અમૃત શું છે? ઉત્તર–અહિંસા, દયા. પ્રશ્ન –શત્રુ કાણું ? ઉત્તર-માન, પ્રશ્નહિત કેશુ? ઉત્તર–અપ્રમાદ, પ્રશ્ન–ભય શું છે? ઉત્તર–માયા. પ્રશ્ન-શરણ કોણ છે? ઉત્તર–સા. પ્રશ્ન-દુઃખ શું? ઉત્તર-લેભ.
પ્રશ્ન–સુખ શું? ઉત્તર–સંતોષ.૪. સિગ્ય પરિણામી એટલે શાંત સ્વભાવવાળા અને વિનયવંત માણસને બુદ્ધિ (વિદ્યા પ્રાપ્ત થાય છે, કેદી તથા કુશીલિયાને બકીર્તિ પ્રાપ્ત થાય છે, ભગ્ન ચિત્તવાળાને એટલે અસ્થિર ચિત્તવાળા પ્રાણીને નિર્ધનપણું પ્રાપ્ત થાય છે. અને સત્યને વિષે રહેલા પુરૂષને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ૫.
| કૃતઘ એટલે નિમકહુરામ માણસને મિત્રે તજી દે છે, યત્નશીલ મુનિને પાપ તજી દે છે, સુકાઈ ગએલા સરોવરને હંસે તજી જાય. છે. તેજ પ્રમાણે કુપિત માણસને બુદ્ધિ તજી દે છે. ૬.
અરૂચિવાળા માણસને પરમાર્થની વાત કહેવી અરણ્યરદનસટશ છે એટધે નિરર્થક છે. અર્થને નિશ્ચય કર્યા વિના બેલવું તેપણ વિલાપ સમજ, વ્યાક્ષિપ્ત ચિત્તવાળાને કાંઈ પણ કહેવું તે વિલાપતુલ્ય છે તેમજ કુશિષ્યને ઝાઝું કહેવું તે વિલાપમાત્ર છે. ૭.
દુષ્ટ રાજાઓ પ્રજાને દંડવામાં તત્પર હોય છે, વિદ્યાધરે મંત્ર સાધવામાં તત્પર હોય છે, મૂર્ખ પુરૂષે ક્રોધ કરવામાં તૈયાર હોય છે, ત્યારે ભલા સાધુપુરૂષે તને વિચાર કરવામાં તત્પર રહે છે. ૮.
ક્ષમા એજ ઉગ્ર તપસ્યા કરનારની શોભા છે, સમાધિગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org