________________
શુભાશુભ આશ્રવ વિચાર
(૨) અને તજવા ચાહશે, તે કદાપિ કપટમિશ્ર અથવા કપટ રૂમ કાર્ય કરશે નહિ. તેટલાજ સારૂ હું પણ અત્રે પ્રથમ શુભાશુભ આશ્રવના હેતુઓ બતાવવા યથાશક્તિ ચેષ્ટા કરીશ, તે તે અયોગ્ય અથવા અપ્રા. સંગિક તે નહિ જ ગણાય.
પ્રથમ તે મન વચન કાયાના ત્રણ ગ શુભાશુભ કર્મને આ શ્રવ કરે છે. જેમકે મૈત્રી, પ્રદ, કારૂણ્ય અને માધ્યસ્થ ભાવનાવાળું મન, શુભ કર્મને એકઠું કરે છે, તેમ વિષય કષાયવાળું મન અશુભ કર્મ ઉપાર્જન કરે છે. સુતજ્ઞાનને અનુસરીને ઉચ્ચારવામાં આવેલું સત્ય વચન શુભ કમનું કારણ છે, તેથી વિપરીત વચન અશુભ કર્મનું કારણ છે. વળી સુયતનાવાળા શરીરવડે શુભ કર્મ થાય છે, જ્યારે આરંભાદિ યુક્ત શરીરથી અશુભ કર્મ બંધાય છે. - સામાન્ય રીતે કહીએ તે, આ અશુભ કર્મના બંધ હેતુ, ચાર કષાય (ફ્રોધ, માન, માયા, લેભ), પાંચ ઈન્દ્રિયના ૨૩ વિષય, (જે આગળ બતાવેલ છે), પંદર યુગ, (ચાર મનના, ચાર વચનના, અને સાત કાયાના પાંચ મિથ્યાત્વ (આભિગ્રહિક, અનાભિગ્રહિક, આભિનિવેશિક, સાંશયિક અને અનાગિક, અહીં નામ માત્ર લખ્યા છે. પરંતુ સમ્યવાધિકારમાં અર્થ સહિત લખવામાં આવશે) તથા આર્સ અને રેદ્રધ્યાન છે. શુભકમના બંધ હેતુ, દાન, શીલ, તપાદિ છે. હવે આસવ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે-હવત માનિત વાપાનિ યમાતા ગાત્રાવ અથત જે થકી પાપ કર્મ આવે તે આશ્રવ આસવના મૂલ બે ભેદ છે. ૧. સાંપરાયિક ૨. ઈયપથ. સકષાય આસવને સાંપરાયિક આસવ કહે છે. જ્યારે અકષાય આસ્ત્ર વને ઈપથના નામથી ઓળખવામાં આવે છે. ઇથોપ આઅવની સ્થિતિ એક સમય માત્રની હેવાથી તેના ભેદની વિવેક્ષા નથી, પરંતુ સાંપરાયિક આસવના ૩૯ ભેદ તત્વાર્થસૂત્રમાં બતાવેલા છે, ત્યારે નવતત્વ આદિમાં તેને કર ભેદ બતાવેલ છે, તે બેતાલીસ ભેદનાં નામ નીચે પ્રમાણે છે
૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, આ પાંચને ત્યાગ નહિ કરે તે અવતાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org