________________
શરીરની અસ્થિરતા-અપવિતા.
(૨૩) બાળગોપાળના ધ્યાનમાં આવેલી છે, છતાં જળને હદ ઉપરાંત વ્યય કરતાં ડરતા નથી, એટલું જ નહિ પરંતુ પરિમિત જળવાપરનાર જૈન મુનિઓની નિંદા કરવા ચૂકતા નથી, જે તત્વષ્ટિથી વિચાર કરવામાં આવે તે જૈન મુનિઓને તમામ વ્યવહાર પોપકારનેજ માટે છે. પિતે કઈ પરંપરા વહન કરી અન્યને સુખ કરનાર થવું તે શું ઓછું આશ્ચર્યજનક છે? નહિ તે સ્નાન, વિલેપન, તૈલાભંગન, દન્તધાવન, ધૂપ, દીપ, તાંબૂલાદિ મુખવાસ પર્ઘકાદિપર શયન તથા પંખાથી પવન લે ઇત્યાદિ સુખનાં સાધન કેને વલ્લભ નથી? અર્થાત તે તમામ બાબતે મોક્ષાભિલાષ જીવે સિવાય આખી દુનિયાને વહાલી છે.
વળી શાસ્ત્રકારનું એક વચન પણ છે કે “બ્રહ્મચારી ધારાવિ આ વાક્ય પ્રમાણે સાધુઓને નાન વિલેપનાદિની આવશ્યકતા નથી, કારણ કે દેવપૂજાદિ નિમિત્તે સ્નાનકિયા કરવી પડે, તે ગૃહસ્થને માટે છે, તે સ્નાન પણ પરિમિત જળવડે નિર્જતુક જગતીતલમાં જઈ વિવેક પૂર્વક કરવાનું કહ્યું છે, પરંતુ એવું તે કઈ રીતે ઉચિત નથી કે કુવા, વાવ, તળાવ અને નદીમાં પડી જળજંતુઓને ત્રાસ પેદા કરી, પવિત્ર થવું! અન્ય જીવોને ત્રાસ ઉપજાવનાર પુરૂષને શાન્તિ કેવી રીતે મળશે? હિંદુ ધર્મનાં પવિત્ર અને પ્રમાણિક તરીકે ગણાતી મનુસ્મૃતિમાં પણ શુચિના સંબંધમાં નીચે પ્રમાણે વિપરીત ભાન કરાવનારા શ્લેકો આપેલા છે. જૂઓ.
एका लिङ्गे गुदे तिलस्तथैकत्र करे दश। ननयोः सप्त दातव्या मृदः शुद्धिमनीप्सता ॥१॥ एतच्छौचं गृहस्थानां विगुणं ब्रह्मचारिणाम् । त्रिगुणं स्याघ्नस्थानां यतीनां तु चतुर्गुणम् ॥ ॥
અર્થ:-શરીરની શુદ્ધિ ઈચ્છનાર પુરૂષે લિંગમાં માટીને એક લેપ દેવે, ગુદામાં ત્રણ, ડાબા હાથમાં દશ, તથા ત્યારપછી બેઉ હાથ સાથે મેળવી માટીના સાત લેપ કરવા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org