________________
(૨૬૨)
ધર્મદેશના.
નાડીઓમાં જવાથી અનુક્રમે બનેલા દૂધને પી પીને વૃદ્ધિગત થએલ. શરીરને કેણુ પુરૂષ પવિત્ર માનશે? ૪
દોષ (વાત, પિત્ત, કફ) ધાતુ (રસ રૂધિર વિગેરે સાત,) તથા મલથી વ્યાસ, તેમજ નાના તથા મોટા કૃમિઓનું સ્થાન, તેમજ રેગ રૂપી સર્પોના સમુહાવડે કરીને ડંખવામાં આવેલા એવા આ શરીરને કેણ પવિત્ર કહી શકશે? પ.
રૂડા સ્વાદિષ્ટ અન્ન પાન, દૂધ તથા શેલડીને રસ તેમજ વિષય વિગેરે ખાવામાં આવે તે પણ વિષ્ટ થાય છે, તે તે શરીર પવિત્ર કેમ કહેવાય? ૬.
વિલેપનને માટે લગાડવામાં આવેલે સુગંધિ કેશરને કીચ પણ ક્ષણવારમાં મલીન થાય છે, તે તે શરીરમાં પવિત્રતા કયાં રહી? ૬.
સુન્દર તાંબૂલ ખાઈને રાત્રિમાં સૂઈ ગએલ પુરૂષ પ્રાત:કાળમાં જ્યારે ઉઠે છે, ત્યારે મુખને ગંધ ખરાબ આવે છે તે તે શરીર પવિત્ર કેવી રીતે ? ૮.
સ્વભાવથીજ સુગંધિ એવા જે ગંધ, ધૂપ, પુષ્પમાલા આદિ પદાર્થો પણું શરીરના સંગથી દુર્ગધિતાને પામે છે, તે તે શરીર પણ શું પવિત્રાનું આચરણ કરે છે૯.
તેલ વિગેરેથી મર્દન કરવામાં આવેલે, ચંદન વિગેરેથી વિલેપ ન કરવામાં આવેલે, તથા કોડ જળના ઘડાવડે છે છતે પણ આ દેહ અપવિત્ર મદિરાના ઘટની માફક પવિત્ર થતું નથી. ૧૦.
માટી, જલ, અગ્નિ, વાયુ, સૂર્યનાં કિરણે, અને સ્નાનથી શ. રીર પવિત્ર થવાનું જે લેકે બતાવે છે, તે ગતાનુગતિક નરે ફેતરાં ખાંડે છે. ૧૧.
વિવેચનઃ-શરીર, સ્વભાવથી જ મદિરાના ઘટની માફક અશુદ્ધ છે, તે કઈ પ્રકારે શુદ્ધ થનાર નથી. તથાપિ જળ જતુ સમાન કેટલાએક પુરૂષે, ખાતાં પીતાં હંગતાં, મૂતરતાં જળ સ્નાનવડેજ દેહશુદ્ધિ માને છે, તથા તેમાં ધર્મ માને છે. આવા પુરૂષે કેટલા બધા ભ્રમિત છે, તે વિચારવાનું છે. જળમાં પણ અમુક જાતના જ છે, તે વાત આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org