________________
(૫૦)
ધર્મદેશના
સૂયગડાંગ સૂત્રના ટીકાકાર શ્રીશીલાંગાચાર્ય સૂયગડાંગના બીજા અધ્યયનના બીજા ઉદ્દેશાની ૩૦ મી ગાથાની ટીકામાં ઉપદેશ કરે છે અને કહે છે કે, હે પ્રાણ, તને ઘણું મળ્યું છે, તે હવે થોડા માટે પ્રમાદન કર-થથા –
भूतेषु जङ्गमत्वं तस्मिन्पञ्चेन्द्रियत्वमुत्कृष्टम् । तस्मादपि मानुष्यं मानुष्येष्यायदेशश्च ॥ १॥ તે ૪ વાનં કુરું બધાને જ જાતિહઝg I जातौ रूपसमृद्धी रूपे च बलं विशिष्टतमम् ॥ २॥ भवति बले चायुष्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसम्माप्तिः॥ ३ ॥ एतत्पूर्वश्चायं समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु संप्राप्तं भवद्भिरल्पं च संप्राप्यम् ॥ ४॥ तत्कुरुतोद्यममधुना मदुक्तमार्गे समाधिमाधाय । त्यक्त्वा संगमनार्य कार्य सद्भिः सदा श्रेयः ॥५॥
ભાવાર્થ એકેન્દ્રિયમાંથી, વિલેન્દ્રિય થવું તે દુર્લભ, તેમાં વળી પચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ, તેમાં વળી મનુષ્યજન્મ અને મનુષ્ય જન્યમાં પણ આર્યદેશ, આર્યદેશમાં પણ પ્રધાન કુલ, અને ખાનદાન કુલ મળે છતે પણ ઉત્કૃષ્ટ જાતિ પામવી, અને જાતિ સારી પામે છતે પણ રૂપ તથા સમૃદ્ધિ મળવી મુશ્કેલ, અને તે પ્રાપ્ત થયે છતે પણ સૌથી સરસ બળ અને બળ મળ્યા છતાં દીર્ઘ આયુષ્ય પામવું કઠિન, દીર્ઘ આયુષ્યમાં પણ વિજ્ઞાન સંપાદન કરવું, વિજ્ઞાનમાં વળી સમ્યકત્વ તથા સમ્યક્તવમાં પણ શીલની પ્રાપ્તિ થવી, એમ ઉત્તરોત્તર દુર્લભ છે.
આ ઉપર પ્રમાણે સંક્ષેપ થકી મેક્ષ સાધનને ઉપાય કહે, તેમાં ઘણું મળી ચૂક્યું છે. હવે માત્ર તમારે થોડું પામવા લાયક છે તેથી વર્તમાન સમયમાં મારા કહેલા માર્ગમાં ઉદ્યમ કરે, સમાધિ ધારણ કરી, સત્પરૂએ અનાર્ય સંગ છેડી, સદા કલ્યાણકારી કાર્ય કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org