________________
બધી અથવા તે કોઈને મિત્રાદિના વિયોગ સંબંધી એમ એકને એક દુઃખ કાયમ રહ્યા જ કરે છે. એવાં દુઃખોથી મુક્ત થઈ આનંદ રસમાં ઝીલવું એજ આ મનુષ્ય જન્મ, ઉત્તમ કુળ, ઉત્તમ ક્ષેત્ર, દેવ, ગુરૂ, ધર્મની પ્રાપ્તિનું ફળ છે. અન્યથા તે પશુઓ પણ બિચારાં પિતાનું ઉદર ગમે તેમ કરી ભરે છે. કૂતરાંઓ પણું ઘેર ઘેર લાકડીના પ્રહારે સહન કરીને પણ સુખે દુઃખે રોટલાનો ટુકડો પ્રાપ્ત કરે છે. માટે ઉત્તમ સામગ્રીની સાર્થકતા કરવી તેજ ઉત્તમોત્તમ સાધન છે.
ભાઈઓ! સંસારની અંદર સુખની સંભાવના કલ્પવાવાળા મનુષ્યો મહા મેહની ધૂર્તતામાં ફસાય છે. કેમકે જગત તો મિથ્યા છે. એમ દરેક કોઈ એકી અવાજે કબૂલ કરે છે. જ્યારે તેમાંથી સત્ય પદાર્થની પ્રાપ્તિ કદાપિ થાય જ નહીં. સત્યમાંથી જ સત્ય વસ્તુ પ્રાપ્ત થાય છે. ગુલાબમાંથી ગુલાબની પ્રાપ્તિ થાય છે ? નહિ કે કૈવચના છોડમાંથી ગુલાબ પ્રાપ્ત થઈ શકે ? અસાર સંસારરૂપ કવચમાંથી અનન્ત સુખરૂપ ગુલાબની સરસ સુગંધી કદી મળી શકે જ નહિ, તે સુખને માટે અરે! તે ગુલાબની સરસ સુગંધને માટે ખાસ ચારિત્ર ધર્મ જ છે.
હમેશાં જીવનની સ્થિતિ બદલાતી જ રહે છે. વિચાર કરે, બીજ રોપાય છે, ફણગો ફૂટે છે, છોડ થાય છે, રત આવતાં ફૂલ આવે છે, ફળે છે ને પાકે છે. પછી આપોઆપ સૂકાવા માંડે છે. તે જ પ્રમાણે પશુ હો પક્ષી હો, સ્ત્રી હો પુરૂષ હો, રંક હે રાય હે, શેઠ હો શાહુકાર છે, દરેકને માટે આ ક્રમ ખડે રહેલ છે. જીવ ગર્ભમાં આવ્યો, બાળક જગ્યું, જરાક મોટું થયું, બોલવા ચાલવાને હરવા ફરવા શીખ્યું, ભણીગણ તારૂણ્ય અવસ્થાને પામ્યું, સંસાર માં, ફળ્યું, ફુલ્યું, એટલામાં તો વૃદ્ધાવસ્થા આવી, ત્યાં તો આપો આપ શક્તિ ક્ષીણ થઈ, અને કાળ પાસમાં ઘેરાયું, સમાપ્ત થયું. બસ! તેજ માફક વધારામાં વધારે ગતિ તેજ રહેલી છે. માટે આ મળ, મૂત્ર, વિષ્ટા વિગેરેથી ભરેલ કાયાથી જેમ બને તેમ કંઈ કામ સાધી લેવું તેજ ઉત્તમ છે.
આયુષ્ય બુદ્ બુ સમાન છે. નદીના પ્રવાહમાં પરપોટા નજરે પડે છે. તે થોડે દૂર જતાં જતાં લયને પામે છે, પાછો જુસ્સો આવવાથી પુનઃ દેખાવ દે છે. તેવી જ રીતે આ જીવ પણ 'पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननीजठरे शयनम्'
તે પ્રમાણે વારંવાર ચક્ર ભ્રમણ ર્યા જ કરે છે, માટે એવું મરણ કરવું કે જેથી પુનઃ મરણ થવા સમય આવે નહીં.
આબાલગપાલ સમસ્ત મનુષ્યો બલકે સમસ્ત જીવો સુખની ઈચ્છાવાળા હોય છે. શેઠ શાહુકાર, રાજા મહારાજા, સુર, ઇન્દ્ર, નરેન્દ્ર દરેકને તે ઈચ્છા રહેલી
[ 27 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org