________________
(૨૪)
ધર્મદેશના. નહિ, જ્યારે અર્થ અને કામની સાથે સાથે ધર્મની ધારણું કર્યા જશે ત્યારેજ મેક્ષના અધિકારી થવાના એમ કહી શકાશે. કેવળ અર્થ અને કામનાજ કામી પુરૂષે ગમે તેવા ભલે બુદ્ધિમાન છે, તે પણ નાસ્તિકની પંકૃતિમાં મૂકવા લાયક છે, કારણકે જે પુરૂષના અન્તઃકરણમાં ધર્મવાસનાએ વાસ કર્યો નથી તેને અવતાર વ્યર્થ છે એમ સમજવું. તેની બુદ્ધિ પિતાને સ્વામી જે આત્મા તેને ઊલટી મલિન કરે છે, માટે તેવી બુદ્ધિ કરતાં બુદ્ધિ ન પામ્યા હતા તે અનર્થ ન કરત, અર્થાત નાસ્તિકની પકિતમાં ન આવત. અનાદિ કાળથી ઉન્માર્ગને રસ્તે ચાલી રહે છે, તેથી નાસ્તિકેની યુક્તિઓ તેને જલદી હૃદયંગમ થાય છે, જ્યારે આસ્તિકાની યુકિતઓ હૃદયંગમ થવામાં વાર લાગે છે.
અર્થ અને કામનું ફળ જેમ પ્રત્યક્ષ જોવામાં આવે છે, તેમજ ધર્મ મોક્ષનાં ફલ પણ જે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારે તે પ્રત્યક્ષ છે, પરંતુ તે વિચાર કરનારા વિરલાજ છે, જ્યારે સ્કૂલ બુદ્ધિથી વિચાર કરનાર તે દુનિયાભર છે, તેથી કરીને જ અર્થ અને કામના અભિલાષી ભવાભિનન્દી જીવે પ્રાયઃ સંસારમાં ઘણું જોવામાં આવે છે. તેટલાજ સારૂ શાસ્ત્રકારો પિકારીને કહે છે કે પાપી એવા અર્થ અને કામમાં આત્માને નહિ પ્રેરતાં તેને ધર્મ તથા મોક્ષમાં પ્રેરે.
- - = મનુષ્યજન્મની દુર્લભતા. આ હવે પ્રસનેપાત મનુષ્ય જન્મની દુર્લભતા સંબંધી કહીશું.
अस्मिन्नपारसंसारपारावारे शरीरिणाम् । महारत्नमिवानर्घ मानुष्यमिह दुर्लभम् ॥ १ ॥ मानुष्यकेऽपि संप्राप्त प्राप्यते पुण्ययोगतः । देवता भगवानहन गुरवश्च सुसाधवः ॥ ३॥ मानुष्यकस्य यद्यस्य वयं नादद्महे फलम् । मुषिताः स्मस्तदधुना चौरैवसति पत्तने ॥ ३ ॥
અર્થ –આ અપાર સંસારરૂપ સમુદ્રમાં જે પ્રાણીઓનું મનુષ્ય જન્મ રૂપી અમૂલ્ય મહારત્ન ડૂબી ગયું તે પછી હાથ લાગવું દુર્લભ છે. ૧. મનુષ્યને જન્મ પામીને પણ પુણ્યના ચોગે શ્રીઅરિહન્ત ભગવાન દેવ, તથા સુસાધુઓ ગુરૂ તરીકે પમાય છે. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org