________________
વૈરાગ્યવૃદ્ધિનાં કારણે.
(૨૭) એમ ચાલ્યાં કરે છે, તેમ આ સંસારમાં પણ એક મરે છે, બીજે જન્મે છે, જીવ આ મનુષ્ય જન્મને ફેકટ ગુમાવે છે. કહ્યું છે કે –
धिर धिर मोहान्धमनसां जन्मिनां जन्म गच्छति । सर्वथापि मुधैवेदं भुप्तानामिव शर्वरी ॥१॥
ભાવાર્થ–મહથી અંધ થયેલા ચિત્તવાળા પ્રાણ એને જન્મએ અત્યંતધિકારવા જેવું છે. સુતેલા પુરૂષની રાત્રિના માફક ફેકટ જાય છે.
વિવેચન –મેહ રાજાના હુકમમાં રહેનાર મનુષ્યો રમત ગમતમાં સમય ગુમાવે છે, બાલચેષ્ટા કરે છે, બગીચા વિગેરે સ્થાનમાં જઈ, જાણે કે પોતે ધર્મનું નામ પણ ન જાણતા હોય તે બની, કર્મરૂપના હેતુભૂત શૃંગારરસમાં મગ્ન થઈ મસ્ત બની સંસારની અ. ભિવૃદ્ધિ કરે છે, માટેજ શાસ્ત્રકારે ધિક્કારે છે, કારણકે જે મનુષ્ય જ ભરૂપ કલ્પવૃક્ષમાંથી દાન, શીલ રૂપ ઉત્તમ ફળ લેવાનાં હતાં તેને માટે બેદરકાર રહી, કામરૂપી કરીર વૃક્ષ (કેરડાનું ઝાડ) ઉપરથી વિષયરૂપ કટુ કેરડાંનાં ફળ લે છે, માટે મનુષ્ય, સૂતેલા પુરૂષની રાત્રિની જેમ, મનુષ્યજન્મને વૃથા ગુમાવે છે વળી કહ્યું છે કે,
एते रागद्वेषमोहा उद्यन्तमपि देहिनां ।
मूलाधर्म निकृन्तन्ति मूषका इव पाइपम् ॥ १ ॥ ભાવાર્થ-જેવી રીતે ઉદરે વૃક્ષને કાપી નાંખે છે તેવી રીતે પ્રાણીઓના વૃદ્ધિ પામેલા ધર્મને–વૈરાગ્યને આ રાગદ્વેષ તથા મેહ જડમૂળથી છેદી નાંખે છે.
વિવેચન–રાગદ્વેષ તથા મેહની ત્રિપુટી ત્રણ જગને પાય માલ કરે છે. રાગદ્વેષ, એ બેઉ સહચારી છે. જ્યાં રાગ હોય ત્યાં શ્રેષ ગણપણે રહે છે, જ્યાં શ્રેષ છે, ત્યાં રાગની વિષમવ્યક્તિ છે, અર્થાત્
જ્યાં દ્વેષ હોય ત્યાં રાગ કવચિત્ ગણપણે રહે છે કિંવા રહેતે પણ નથી. દાખલા તરીકે સ્ત્રી પુરૂષ વચ્ચે,ગુરૂ શિષ્ય વચ્ચે પિતા પુત્ર વચ્ચે, ભાઈ બહેન વચ્ચે કેઈ નિમિત્તે દ્વેષભાવ થયે હોય તે તે જગ્યાએ રાગ અવશ્ય ગણપણે રહે છે. પરંતુ પ્રતિસ્પદ્ધઓની સાથે એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org